આજના સમયમાં લોકો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ બનાવ માટે અવાર નવાર જોખમી સ્ટંટના વિડીયો મુકતા હોય છે. લાઇક્સ વધારવા અને ફેમસ થવા માટે લોકો કોઈપણ હદ સુહી પહોંચી જતા હોય છે. રીલ બનાવવા માટે લોકો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે ત્યારે હાલ એક ખતરનાક સ્ટંટનો વિડીયો સામે આવ્યો છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ન્યારી ડેમમાં કેટલાક નબીરાઓ ઊંડા પાણીમાં થાર કાર ચલાવી વિડીયો બનાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. ન્યારી ડેમમાં પાણીમાં થાર કાર સાથે જોખમી વિડીયો સ્ટંટ કરવા યુવકોને ભારે પડયા.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર તાલુકા પોલીસે ત્રણ યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવકોના નામ સ્મિત કિશોરભાઈ સખીયા, છાયાંશું અશોકભાઈ સગપરીયા તેમજ રવિ વેકરીયા હોવાનું સામે આવ્યું છે.
આ યુવકો નારી ડેમમાં થાર કાર સાથે ખતરનાક સ્ટંટ કરી રહ્યા હતા. જેથી છાયાંશુ અશોકભાઈ સગપરિયા નામના યુવકને થાર ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યો છે તો ગુનામાં વપરાયેલી કારને પોલીસે કબજે કરી લીધી છે. જયારે અન્ય બે યુવકો સ્મિત અને રવિની રાજકોટ તાલુકા પોલીસે શોધખોળ ચાલુ કરી છે.
રાજકોટ શહેરમાં માત્ર 24 કલાકમાં સિઝનનો 50 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા ટ્વીટરના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી હતી કે, લોકો તળાવો, સરોવર, ચેકડેમ તેમજ ડેમની આસપાસ પ્રવાસ ન કરે. આ દરમિયાન જ આ ઘટના સામે આવી છે.
ભારે વરસાદને કારને પાણીના સ્તરમાં પણ વધારો થયો હતો. આ દરમિયાન સ્મિત, છાયાંશુ અને રવિ નામના યુવકો ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવવા પહોંચ્યા હતા. તેમણે ડેમના પાણીમાં થાર ગાડી લઈને પસાર થઇ રહ્યા હોય તે પ્રકારનો વિડીયો બનાવ્યો હતો ઉપરાંત વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ઉપલોડ પણ કર્યો હતો.
ન્યારી ડેમના પાણીમાં થાર ગાડી સાથે ખતરનાક સ્ટંટનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા પોલીસને આ મામલે જાણ થઇ હતી. ત્યારબાદ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી એક યુવકની થાર ગાડી સાથે ધરપકડ થઇ ચુકી છે જયારે અન્ય બે યુવકની શોધખોળ શરૂ છે.
પોલીસના જણાવ્યા અનુસાર ન્યારી ડેમના છેવાડાના ભાગે જ્યાં પાણી ભરાયેલા હતા તેમાં થાર ગાડી લઈને સ્મિત સખિયા નામનો યુવક ડ્રાઇવિંગ કરવા ગયો હતો. ગાડીના બંને દરવાજે છાયાંશું તેમજ રવિ વેકરીયા ઊભા રહી ઊંડા પાણીમાં થાર કાર ચલાવી સ્ટંટ કરતા હતા. જેનો વીડિયો સત્યજીતસિંહ ઝાલાએ ઉતાર્યો હતો.
આ જોખમી સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે રાજકોટના ન્યારી ડેમમાં પાણીમાં થાર કાર સાથે જોખમી સ્ટંટ કરવા યુવકોને ભારે પડી ગયા. આ ખતરનાક સ્ટંટનો વિડીયો જોઈ રાજકોટ જિલ્લા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.