દેશભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે અમદાવાદ, નવસારી, છોટા ઉદેપુર, વલસાડ સાહીના અનેક વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે. રાજ્યમાં હજુપણ બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અનેક વિસ્તારોમાં NDRF અને SDRF ની ટિમ સ્ટેન્ડબાય કરાઈ છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી બારે મેઘ ખાંગા થતાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વિકટ સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે કેટલાય લોકો બેઘર થયા છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી વિકટ સ્થિતિ અને આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિશાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એનડીઆરએફની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોચી છે.
ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજ્જ થયું છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે વાયુસેનાના ગ્લોબ માસ્ટર વિમાનમાં NDRF ની પાંચ ટિમ ઑડિશાથી સુરત આવી ઞી છે. વાયુસેનાના ખાસ વિમાન મારફતે એક ટીમ કમાન્ડર તથા પાંચ ઓફિસર અને 105 જવાનો સાથે રેસ્કયુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે આવી પહોંચ્યાં છે.
દક્ષીણ ગુજરાતમા હજુપણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા માટે આ ટિમ મદદરૂપ થશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને ઑડિશાથી ખાસ વિમાનમાં ટિમ લાવવામાં આવી છે.
હાલ આ ટીમેને સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદથી વધુ ખાનાખરાબી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે કરાયેલી માગ મુજબ ખાસ ઓડિશાથી એનડીઆરએફની ટીમોને સુરત ખાતે રાખવામાં આવી છે. આ ટીમને આપતકાલીન સ્થિતિને કાબુમાં લેવા માટે સુરતમાં સ્ટેન્ડબાય કરવામાં આવી છે.