બાબા વેંગાની વર્ષ 2022 ની બે ખતરનાક ભવિષ્યવાણી સાચી પડી, હજુ 4 ભવિષ્યવાણીને લઈને શ્રદ્ધાળુઓને ડર

Facts

બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી સાચી પડી છે. વિશ્વના મહાન ભવિષ્યકર્તા એવા બાબા વેંગાએ વર્ષ 2022 માટે 6 અકલ્પનીય ભવિષ્યવાણી કરી હતી જેમાંથી બે ખતરનાક ભવિષ્યવાણી સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હજુ પણ બાકીની ચાર ખતરનાક અને ડરામણી ભવિષ્યવાણીને લઈને શ્રદ્ધાળુઓમાં ડર છવાયો છે.

વિશ્વના મહાન ભવિષ્યકર્તા બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીને લઈને એત અન્ય ભવિષ્યકર્તા નાસ્ત્રેદમસના સમાન પ્રસિદ્ધિ મેળવી છે. બાબા વેંગાએ વર્ષ 2022 માટે આગાહી કરી હતી કે એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયા તીવ્ર પુરથી ખરાબ રીતે પ્રભાવિત થશે. આ ભવિષ્યવાણી સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદ વરસ્યો હતો જયારે હાલ દેશના અનેક વિસ્તારોમાં પૂરે વિનાશ વેર્યો છે.

બાબા વેંગાએ વર્ષ 2022 અંગે અન્ય ભવિષ્યવાણી કરતા ભારે ગરમી અને દુષ્કાળની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે દુષ્કાળના કારણે ઘણા શહેરો જળસંકટથી ગંભીર રીતે પ્રભાવિત થશે. ત્યારે બાબા વેંગાની આ આગાહી પણ સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે યુરોપના ઘણા શહેરો ગંભીર દુષ્કાળથી પ્રભાવિત થયા છે. પોર્ટુગલે તેના નાગરિકોને તાત્કાલિક પાણીમાં કાપ મૂકવાની હાકલ કરી છે તો ઇટલી હાલ 1950 પછીના તેના સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે

બાબા વેંગાની વર્ષ 2022 ની આ બે આગાહી સાચી પડી છે. મહાન ભવિષ્યકર્તા બાબા વેંગાએ તીડનાં હુમલા અંગે પણ આગાહી કરી હતી જે અગાઉ સાચી પડી હતી. આ ઉપરાંત તેમને વર્ષ 2022 માં સાઇબરિયામાંથી ભયંકર વાયરસનો વિસસ્ફોટ થશે તેવી પણ આગાહી કરી હતી.

બાબા વેંગાનો જન્મ વર્ષ 1911 માં થયો હતો અને વર્ષ 1996 માં તેમનું અવસાન થયું હતું પરંતુ તેમના મૃત્યુ પછી પણ તે દર વર્ષે પોતાની ભવિષ્યવાણીઓને કારણે ચર્ચામાં રહે છે. બાબા વેંગા જીવતા હતા ત્યારે તેમણે પોતાના જીવન વિશે પણ આગાહી કરી હતી જે સાચી પડી હતી. બાબા વેંગા અંધ હતા તેમની આંખો જતી રહી હતી ત્યારે પરિવાર પાસે પૈસા ન હોવાથી તેમની આંખનું ઓપરેશન નહોતું થયું પરંતુ તેમણે કહ્યું હતું કે હું ભવિષ્ય જોઈ શકું છે જેના આધારે તેમણે ભવિષ્યવાણી કરી હતી જે આજે સાચી પડી રહી છે.

બાબા વેંગા બલ્ગારિયાના રહેવાસી હતા. વર્ષ 1996માં તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ પરંતુ તેમની ભવિષ્યવાણીઓ આજે પણ સાચી પડી રહી છે. એવો દાવો કરવામાં આવે છે. 9/11ના આતંકવાદી હુમલા, બ્રેક્ઝિટ, સોવિયેત યુનિયન વગેરે વિશે તેણે જે કહ્યું હતું તે બધું સાચું પડ્યું. બાબા વેંગાના ભક્તો કહે છે કે તેમણે આગાહી કરી હતી કે 2001માં અમેરિકાના આકાશમાં સ્ટીલના બે પક્ષીઓ ટકરાશે. આ અંગે તેમના ભક્તો દાવો કરે છે કે તેમનો મતલબ 9/11નો હુમલો હતો.

બાબા વેંગાએ લેખક વેલેન્ટિન સિદોરોવને કહ્યું હતું કે 2022 માં રશિયા વિશ્વનો રાજા બની જશે, જ્યારે યુરોપ બંજર જમીન જેવું બની જશે. તેણે આગળ કહ્યું કે ‘જેમ કે તમામ બરફ પીગળી જશે, ફક્ત એક જ અસ્પૃશ્ય રહેશે – વ્લાદિમીરનો મહિમા, રશિયાનો મહિમા’. ત્યારે આપણે આ આગાહી સાચી પડી હોય તેવું જોઈ શકીએ છીએ.

બાબા વેંગાના ભક્તો અનુસાર, બાબા વેંગાએ તેમના જીવનમાં 5079 સુધીની ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. તેઓ માને છે કે 5079 પછી વિશ્વનો નાશ થશે. જો કે મહત્વની વાત એ છે કે બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણી ક્યાંય જાતે લખી નથી. તેમણે તે તેમના અનુયાયીઓને સરળ રીતે કહ્યું જેઓ દર વર્ષની શરૂઆતમાં તેને વિશ્વ સમક્ષ લાવતા રહે છે. મહાન ભવિષ્યકર્તા બાબા વેંગાની ઘણી આગાહીઓ સાચી પડી છે.

Leave a Reply

Your email address will not be published.