સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો વધુ એક માર, રોજે તમે પેટ ભરીને આ જે વસ્તુ ખાઓ છો તે હવે મોંઘી થઇ જશે

Food

મોંઘવારીને કારણે લોકો હેરાન થઇ રહ્યા છે.દિવસને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે એક્ઝમ્પ્ટે ગુડ્સની યાદીમાંથી કેટલીક આઈટમ્સ બહાર કાઢી નાખવાનો નિર્ણય ક્રયો તે પછી કેન્દ્રના નાણાં ખાતાએ બહાર પાડેલા નોટિફિકેશન નંબર 6માં ખાંડ, ગોળ, દહીં, લસ્સી, છાશના અગાઉથી પેકિંગ કરી રાખીને વેચવા મૂકેલા -પ્રીપેક્ડ પેકેટ્સ પર 5 ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે.

જીએસટીને કારણે સોમવારથી દહીં અને છાશમાં એક લિટરના પાઉચના ભાવ વધી જશે. સાથે કુદરતી મધ, પૌઆ, પફ્ડ રાઈસ પર 5 ટકાના દરે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જવ, બાજરી, મકાઈ, રાઈ, ઓટ, ઘઉં, મેંદો, રવો, ઉપરાંત નમકીન, ભુજિયા, સહિતના રેડી ટુ ઇટ નમકીન પર 5 ટકાના દરે જીએસટી લાગશે.

એક તરફ મોંઘવારીથી લોકો હેરાન થઇ રહ્યા છે ત્યારે ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં વધારો થતા લોકોને વધુ એક ફટકો લાગ્યો છે. બ્રાન્ડેડ હોય કે અનબ્રાન્ડેડ હોય પ્રીપૅક કરેલી ચીજવસ્તુઓ પર જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે ઘરે જઈને આપવામાં આવતા દૂધમાં કોઈપણ પ્રકારનો જીએસટી લાગશે નહીં.

દહીં, છાશ અને લસ્સી પર પંચ ટકા જીએસટી લાગશે. તો પાંચ ટકામાંથી 2.5 ટકા જીએસટી અને 2.5 ટકા સીજીએસટીનો હિસ્સો રહેશે. આમ જીએસટીના દરેક રેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો અડધો અડધો હિસ્સો રહેશે. જીએટીને કારણે દૂધ, છાશ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે.

દૂધ દોહવા માટેના મશીન પર તથા ડેરીમાં ઉપયોગમાં લેવાતી જુદી જુદી મશીનરી પર 18 ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો પ્રિન્ટિંગ, રાઈટિંગ અને ડ્રોઈંગની ઇન્ક પર 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. ચક્કુ, કાગળની કાપવાની છરી, પેન્સિલ છોલવાનો સંચો, બ્લેડ, ચમચી-કાંટો, કેક સર્વર પર 18 ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હોટલેના હાયર કેટેગરીના રૂમ પર 18 ટકાના દરે જીએસટી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યાર પર્યટકોના પ્રવાસીઓને પણ વધારે ખર્ચ થશે. તો એલઈડી લેમ્પ, લાઈટ અને ઇલેક્ટ્રિક ફિક્સચર્સ અને તેમની મેટલ પ્રીન્ટેડ સર્કિટ બોર્ડ પર 12 ટકા જીએસટી હતો જે વધારીને 18 ટકાનો કરવામાં આવ્યો છે.

લોકોને હવે બુટ ચપ્પલ ખરીદવા પણ મોંઘા પડશે કારણ કે પગરખાં અને લેધરગુડ્સના મેન્યુફેક્ચરિંગ પર લેવાતો જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. જોબવર્કના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વધી જતી મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published.