ગુજરાતમાં આવેલું છે દેશનું સૌથી મોટું ગણપતિ મંદિર, રહસ્ય જાણીને ચોંકી જશો

Religious

ગુજરાતમાં આવેલું છે ગણપતિનું સૌથી મોટું મંદરી. સિદ્ધિ વિનાયક મંદિર મહેમદાબાદ ગુજરાતનું સૌથી મોટું ગણેશ મંદિર છે. આ મંદિર અમદાવાદથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરમાં એક મોટી ઉંદરની મૂર્તિ રાખવામાં આવી છે. જેના કાનમાં લોકો બોલે છે. તમને સવાલ થશે કે શા માટે લોકો આ ઉંદરના કાનમાં બોલે છે અને તેની પાછળ શું માન્યતા છે? તો આવો જાણીએ તેના વિશે..

સિદ્ધિ વિનાયક મંદિર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના મહેમાબાદમાં આવેલું છે. દૂરથી આ મંદિરને જોતા એવું લાગે છે કે મંદિર પથ્થરોથી કોતરેલું છે પરંતુ હકીકતમાં એવું નથી. આ મંદિરનું બાંધકામ જ એવું રીતે કરાયેલું છે કે ભક્તોને લાગે કે આ મંદિરને પહાડમાંથી કોતરીને બનાવવમાં આવ્યું હોય. આ કોતરણી લોકોનું મંદિર પ્રત્યે આકર્ષણ વધારે છે.

દુંદાળા દેવ એવા શ્રી ગણેશજીના આ મંદિર સાથે એક એવી માન્યતા જોડાયેલી છે કે જો કોઈ ભક્ત આ મંદિરમાં મંગળવાર અને ચોથ ભરવાની માનતા માને તો તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. માત્ર થોડા વર્ષો પહેલાં જ આ મંદિરનું બાંધકામ થયું છે પરંતુ આ મંદિર એટલું લોકો પ્રિય બની ગયું છે કે દરરોજ મોટી સંખ્યામાં લોકો ગણેશજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે.

ગણેશજીની પ્રતિમાની થોડા આગળ વધતા જ મૂશકરાજ એટલે કે ગણેશજીના વાહન ઉંદર મહારાજની પ્રતિમાના દર્શન થાય છે. દરેક લોકો જાણે છે કે જ્યાં પણ ગણેશજી બિરાજમાન હોય ત્યાં ઉંદર ચોક્ક્સ હોય જ છે. જેમ શંકર ભગવાનના મંદિરમાં પોઠિયો હોય છે તેમજ શ્રી ગણેશજીના મંદિરમાં મૂષકરાજ અવશ્ય હોય છે.

ગુજરાતના ખેડા જિલ્લામાં મહેમદાવાદના આ સિદ્ધિ વિનાયક મંદિરમાં રાખવામાં આવેલા આ મૂષકરાજના કાનમાં જે કોઈ ભક્ત પોતે જે મેળવવા માગે છે, પોતાના દુઃખ દર્દ તમામ વાત કહે છે અને થોડા જ દિવસોમાં ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આવી એક માન્યતા આ મંદિર સાથે અને ખાસ કરીને મૂષક રાજ સાથે જોડાયેલી છે.

સિદ્ધિ વિનાયક મંદિરે જે ભક્ત મંદિરે જાય છે તે મૂષકના કાનમાં પોતાની ઈચ્છા અવશ્ય કહે છે. આ મંદિરમાં ભક્તો ગુપ્તદાન કરી શકે તે માટે એક હૂંડી પણ રાખવામાં આવી છે. આ હૂંડી લાકડામાંથી બનાવવામાં આવેલી છે જેમાં ભાવિ ભક્તો પોતાની યથાશક્તિ મુજબ દાન કરે છે. દરવર્ષે ભક્તો અહી ઘણું ગુપ્તદાન કરે છે.

મંદિરમાં થોડા આગળ વધતા એક ચિંતામણી શીલાના દર્શન થાય છે. કહેવાય છે કે આ ચિંતામણી શીલા પારસમણી જ છે. આ ચિંતામણી શીલા પાસે ખાસ પ્રકારના મંત્રોચ્ચાર કરવાથી ભક્તોની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે. મંદિરમાં આવતા ભાવિ ભક્તોને મહાપ્રસાદ પણ આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર ખુબજ ભવ્ય અને ખૂબ સુંદર છે. મંદિર ગણેશજીની છબી જેવી કોતરણીથી જ બનાવવામાં આવ્યું છે. જે ભક્તોનું મંદિર પ્રત્યે આકર્ષણ વધારે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને ગણેશજીના દર્શન કરે છે. ગણેશજી દરેક ભક્તોની મનોકામના પુર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.