ગુજરાતમાં અનેક દેવી દેવતાના મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને દાર્શ કરીને તેઓ ધન્યતા અનુભવે છે. દર્શન કરવાથી તેના જીવનમાં આવતા અનેક નાના મોટા દુખો દૂર થાય છે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે મંદિરમાં ભગવાન બેસેલા હોય છે અથવા ઉભા હોય છે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે નાવીશુ કે જ્યાં શયન અવસ્થામાં ભગવાન બિરાજે છે.
ગુજરાતના વલસાડના અબ્રામાં ગામે વાંકી નદીના કિનારે મહાદેવનું એક મંદિર આવેલું છે જ્યાં તડકેશ્વર મહાદેવ બિરાજે છે. આ મંદિરને તડકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં 800 વર્ષ જૂનું શિવલિંગ પણ છે તેથી આજુબાજુના વિસ્તારમાંથી મહાદેવના દર્શન કરવા લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે.
તડકેશ્વર મહાદેવના આ મંદિર સાથે એક ઇતિહાસ જોડાયેલો છે. કહેવાય છે કે પૂર્વે આ જગ્યા પર એક ગોવાળિયો એક શીલા પર દૂધ ચડાવતો હતો. એક દિવસ મહાદેવ ગોવાળિયાના સપનામાં આવ્યા અને કહ્યું કે તું અહીં મારુ સ્થાનક બનાવજે.
ગોવાળિયાએ પોતાના સપનાની વાત ગામના લોકોનો કરી હતી. જેથી ગામના લોકો ભેગા થયા અને સાથે મળીને શીલાની આજુબાજુ ખોદકામ કરાવ્યું. ખોદકામ દરમિયાન સુતેલી અવસ્થામાં મહાદેવની શીલા મળી આવી હતી. જેથી આ ચમત્કારની વાત ખુબ ફેલાઈ ગઈ હતી. સાક્ષાત શિવજીનો ચમત્કાર માની લોકોએ મંદિર બનાવવાનું કામ આગળ વધાર્યું.
ગામના લોકોએ ભેગા મળીને આ સ્થાન પર મંદિર બનાવ્યું અને આ મંદિરમાં ખોધકામ દરમિયાન શયન અવસ્થામાં મળી આવેલ ભગવાનની શીલાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાંરથી આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો તડકેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.
તડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પુરી થાય છે. આથી ભક્તોનું માનવું છે કે જે પુરી શ્રદ્ધાથી દર્શન કરી આશીર્વાદ લે છે તેની મનોકામના મહાદેવ ચોક્કસ પુરી કરે છે. એવું પણ કહેવાય છે ને કે ભોળાનાથ તો ભોળા છે જો આપણે એમની સાચા દિલથી ભક્તિ કરીએ તો તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે.