વૈજ્ઞાનિકોની ચેતવણી ફરી આવી રહ્યો છે પ્રલય, આ જગ્યાએથી થઇ ગઈ છે શરૂઆત

Tech

વૈજ્ઞાનિકો અવારનવાર ચેતવણી આપતા હોય છે. ઘણી બધી વાર પ્રલય અંગે વાતો સામે આવતી હોય છે. ત્યારે હાલ વૈજ્ઞાનિકોએ પ્રલય અંગે ચેતવણી આપી છે. માત્ર એટલું જ નહીં પરંતુ પ્રલયની શરૂઆત થઇ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આવો જાણીએ વૈજ્ઞાનિકોએ શું કહ્યું તેના વિશે..

વૈશ્વિક ગરમી વધી રહી છે સાથે જ બેક્ટેરિયા અને ઝેરી શેવાળની માત્રામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે જે દુનિયાભરની નદી અને જળાશયોને ખતમ કરી દેશે. ત્યારે આના પરથી જ સ્પષ્ટ થયું છે કે આવનાર પ્રલયની શરૂઆત અંહિયાથી જ થશે. તેથી વૈજ્ઞાનિકોએ તત્કાલ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને રોકવાની વાત કરી છે.

ધરતી પર ઘણી વખત પ્રલય આવ્યા છે તો કેટલીકવાર તો આવતા આવતા રહી ગયા છે. પ્રકૃતિએ ઘણી બધી વાર વિનાશ સર્જ્યો છે ત્યારે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ધરતી પર આવનાર પ્રલયની શરૂઆત થઇ ચુકી છે. જળાશયમાંથી જ પ્રલયની શરૂઆત થઇ ગઈ છે.

આ શરૂઆત દુનિયાભરની નદીઓ અને જળાશયોથી થઈ છે. ત્યાં બેક્ટેરિયા અને ઝેરી શેવાળની માત્રામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. ત્યારે આ જ કારણ બનશે ધરતી પર આવનાર પ્રલયનું. સૌથી ભયાનક પ્રલય સ્થિતિ 25.2 કરોડ પહેલા થઈ હતી. એ સમયે પરમિયન કાળનો અંત થઈ રહ્યો હતો.

પરમિયન કાળના અંત સમયે આસપાસ એવી સ્થિતિ સર્જાઇ હતી કે ધરતી પર રહેતા જીવ તેને સહન કરી શક્ય નહીં. આ ભયાનક પ્રલયની સ્થિતિ દરમિયાન ચારે તરફ ગરમી, જંગલોમાં આગ અને નદીઓ અને જળાશયો બેક્ટેરિયા અને ઝેરી શેવાળથી ભરાઈ ગયા હતા.

પ્રલયની આ સ્થિતિ દરમિયાન ઑક્સીજન પૂરું થતું હતું. એ સમયે આવો જીવ સંકટ ઉત્પન્ન થયો હતો. પરમિયન કાળના અંતમાં આવનાર પ્રલયમાં ધરતી પર રહેતી 70 ટકા પ્રજાતિઓ અને સમુદ્રમાં રહેતી 80 ટકા પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ હતી. આ ભયાનક પ્રલયને વૈજ્ઞાનિકો આ ધ ગ્રેટ ડાઇંગ કહે છે.

આ સૌથી ભયાનક પ્રલયના સબૂત અમેરિકામાંથી મળ્યા હતા. ત્યારે હાલ એવી સ્થિતિ જ સર્જાઈ છે. દિવસેને દિવસે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે. દુનિયાની ઘણી નદીઓમાં બેક્ટેરિયા અને ઝેરી શેવાળની માત્રામાં ખુબ વધારો થઈ રહ્યો છે. સમુદ્રમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને જંગલોમાં પણ આગ લાગી રહી છે. ત્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે ધરતી પર પ્રલયની શરૂઆત થઇ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.