આ આગાહી જાણી લેજો, ફરી એકવાર ધોધમાર વરસાદ અંગે અંબાલાલ પટેલે કરી આગાહી

Weather

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. જો કે છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હજુ તો વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો થયો છે ત્યારે બીજા રાઉન્ડમાં કેવો વરસાદ થશે તેની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદના પહેલા રાઉન્ડમાં 56.13 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે કેટલાક ડેમ છલકાઈ ગયા છે તો કેટલાક ડેમ હાઇએલર્ટ પર છે. ભારે વરસાદને પગલે જન જીવન અસ્તવ્યસ થયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ખેડૂતોને નુકસાન થયું છે તો કેટલાક લોકોએ તો પાણીના વહેણમાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

રાજ્યમાં હાલ ભારે વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. જેમાં 24 થી 26 જુલાઈ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. 20 જુલાઈ બાદ થતા વરસાદનું પાણી પાક માટે સારું ગણાય છે તેથી આ દરમિયાન વરસાદ વરસશે તો પાક સારો થશે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 25 જુલાઈ સુધીમા 118 ટકા વરસાદનો વધારો થયો છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 15 જુલાઈ સુધીમાં રાજ્યમાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા 86 ટકા વરસાદ વધુ વરસ્યો છે. વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો થયો છે ત્યારે હવે 22 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે.

વરસાદના નવા રાઉંડમાં શરૂઆતથી જ ભારે વરસાદની શક્યતા છે. 22 જુલાઈએ નવો રાઉન્ડ શરૂ થશે જેમાં 30 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં આ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published.