દુબઇ સરકાર દ્વારા ખજુરભાઈ એટલે કે નીતિન જાણીને એસાદ પ્રિવિલેજથી સન્માનવામાં આવ્યા, ખજુરભાઈ પહેલા એવા ગુજરાતી કે જેમને આ સન્માન મળ્યું

Story

ગુજરાતના સોનુ સુદ એવા નીતિન જાનીને સૌ કોઈ ઓળખે છે. કોમેડી વિડીયોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર નીતિન જાની દરેક ઘરમાં ઓળખાય છે. સોશિયલ મીડિયામાં નીતિન જાનીના ઘણા બધા ચાહકો છે. નીતિન જાની તેમના સેવાના કાર્યોને લઈને અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે. ગુજરાતીઓ તેમના સેવાના કાર્યને દિલથી સલામ કરે છે. ત્યારે હવે દુબઈમાં પણ નીતિન જાનીનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે.

લોકોના ચાહિતા ખજૂરભાઇ એટલે કે નીતિન જાની ખુબજ દયાળુ સ્વભાવના છે. લોક સેવાના કાર્યોને લીધે નીતિન જાનીએ લોકોના દિલમા એક અનોખી જગ્યા મેળવી છે. ગુજરાતમાં જ નહીં પણ હવે દુબઈમાં પણ નીતિન જાનીનું સન્માન કરવામાં આવ્યુ છે. જેની તસવીરો નીતિન જાનીએ પોતાના સોશિયલ મડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.

નીતિન જાનીએ શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તેઓ દુબઇ પોલીસ અને દુબઇ ગવર્મેન્ટ દ્વારા મળી રહેલા સમ્માનને ગ્રહણ કરી રહ્યા છે. આ સાથે જ તેમના ભાઈ તરુણ જાની પણ સમ્માન ગ્રહણ કરતા જોવા મળી થયા છે. ગુજરાતમાં તો અવાર નવાર તેમનું સમ્માન થતું રહે છે પણ હવે તો દુબઇ પોલીસ અને દુબઇ સરકારે તેમનું ખાસ સમ્માન કર્યું છે.

તમને જણાવી દઈએ કે નીતિન જાની આ સમ્માન મેળવનાર પ્રથમ ગુજરાતી છે. નીતિન જાનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીરો શેર કરી છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે, અમારા માટે આજે સમ્માનની વાત કહેવાય કે આજે અમે ગુજરાતના પહેલા Social Worker / Youtuber છીએ કે જેને દુબઇ પોલીસ, દુબઇ ગવર્મેન્ટ દ્વારા “Esaad Privilege” સમ્માનથી નવાઝવામાં આવ્યા છે.

આ સાથે જ તેમણે એવું પણ લખ્યું છે કે, આ સમ્માન એમને મળે છે જેમણે પોતાના ક્ષેત્રમાં સમાજને મદદરૂપ થઈ લોક કલ્યાણના કાર્ય કર્યા હોય.. નીતિન જાની અને તેમના તરુણ જાનીને દુબઈમાં આ સમ્માનથી નવાઝવામાં આવ્યા છે. તેઓ પ્રથમ ગુજરાતી છે જેમને આ સમ્માન મળ્યું હોય. નીતિન જાણીએ શેર કરેલી તસવીરમાં તેઓ બંને ભાઈ આ સમ્માન ગ્રહણ કરતા જોઈ શકાય છે.

નીતિન જાનીએ બીજી એક તસવીર શેર કરી છે જેમાં તેના હાથમાં ગ્રીન કલરનું એસાદ પ્રિવિલેઝ કાર્ડ છે. એસાદ પ્રીવિલેઝ કાર્ડ દુબઇ પોલીસ અને દુબઇ સરકાર દ્વારા દુબઇ પોલીસ હેડક્વાર્ટરમાં આપવામાં આવે છે. આ સમ્માન એવા લોકોને આપવામાં જે મોટા સેલિબ્રિટી હોય અથવા તો સમાજ કે લોક કલ્યાણના કાર્ય કરતા હોય. આ સમ્માન મેળવનારને દુબઈની કેટલીક જગ્યાઓ પર 50 ટકા સુધીની રકમ માફ કરવામાં આવે છે. ત્યારે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે કે આપણા ગુજરાતી નીતિન જાનીને આ ખાસ સમ્માન મળ્યું છે.

નીતિન જાની ઘણીવાર ચર્ચામાં હોય છે. હાલ તેમનું દુબઈમાં સમ્માન કરવામાં આવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. નીતિન જાની કોઈપણ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરે તે તુરંત વાયરલ થવા લાગે છે. સોશિયલ મીડિયા પર નીતિન જાનીના ઘણા બધા ચાહકો છે. નીતિન જાનીએ શેર કરેલી એક તસવીરમાં તેમની સાથે ભિખા દાદા પણ જોવા મળે છે. જેમની સાથે તેઓ અગાઉ દુબઇ પ્રવાસે ગયા હતા. ત્યારે પણ તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.