મોગલ માતાનો સાક્ષાત પરચો, દીકરાને નહોતા મળી રહ્યા કેનેડાના વિઝા પિતાએ રાખી મોગલ માતાની માનતા અને પછી જે થયુ

Religious

હાલના સમયમાં લોકો વિદેશ જવાનું પસંદ કરી થયા છે. ઘણા લોકો વિદેશ જોવાના સપના જુએ છે અને તેના માટે ખૂબ પ્રયત્ન કરે છે. પરંતુ કેટલાક લોકોને વિઝા નથી મળતા કે અન્ય કોઈ અડચણ આવી જાય છે જેથી તેમના સપના અધુરા રહી જાય છે પછી તેમને માત્ર ભગવાનનો આશરો દેખાય છે. આવો જ કિસ્સો હાલ સામે આવ્યો છે.

કાબરાઉ ધામમાં મોગલ માતા બિરાજે છે. જે કોઈપણ માતાની સાચા દિલથી ભક્તિ કરે તેની તમામ મનોકામના માતા પૂર્ણ કરે છે. માતાના શરણે લાખો લોકો આવે છે અને માનતા રાખે છે. માતાએ આજ સુધી અનેક મોકોની મનોકામના પૂર્ણ કરી છે. કાબરાઉ ધામવાળા મોગલ માતા તેના શરણે આવનાર તમામ ભક્તોના દુખડા દૂર કરે છે.

એક યુવક 5100 રૂપિયાની માનતા લઈને આવ્યો હતો. તેને પૈસા મણીધર બાપુના હાથમાં આપ્યા અને કહ્યું કે બાપુ આ રૂપિયા સ્વીકારો માતાએ અમારી માનતા પૂરી કરી છે. મણીધર બાપુએ યુવકને પૂછ્યું તમે શું માનતા રાખી હતી. ત્યારે યુવકે કહ્યું કે મારા દીકરાને કેનેડા જઈને સ્થાયી થવું છે. અમે ઘણા પ્રયાસો કર્યા પણ કોઈ કારણોસર વિઝા ન્હોતા થતાં જેથી અને માતાની માનતા રાખી હતી.

યુવકે કહ્યું અમારી પાસે માં મોગલનો એક જ આશરો હતો. માતા મોગલને પ્રાર્થના કરી અને માનતા રાખી હતી કે જો મારા દીકરાને વિઝા મળી જશે તો હું તમારા ચરણોમાં 5100 રૂપિયા અર્પણ કરીશ. માનતા રાખ્યાના થોડા જ સમયમાં મારા દીકરાના વિઝા ઘરે આવી ગયા જેથી પરિવારજનો ખુશહાલ થઈ ગયા. માનતા પૂરી થતાં જ અમે માતાના શરણે પહોંચી ગયા.

યુવકે મણીધર બાપુના હાથમાં 5100 રૂપિયા ધરતા જ બાપુએ તેમાં 1 રૂપિયો ઉમેર્યો અને યુવકને આ પૈસા પાછા આપ્યા. બાપુએ કહ્યું આ પૈસા તારા દીકરાને આપી દે જે માતા તેની ત્રણ ગણી માનતા સ્વીકારશે. માતા મોગલ તો આપનારા છે લેનારા નથી. એ તમારા પૈસા લઈને શું કરશે. તમે બસ સાચા દિલથી માતાની ભક્તિ કરો એ તમારી મનોકામના પૂરી કરશે.

Leave a Reply

Your email address will not be published.