ભયંકર દુર્ઘટના 40 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી, 12 લોકોના મૃતદેહ મળ્યા અન્ય મુસાફરો હજુપણ લાપતા

India

દેશ ભરમાંથી અવાર નવાર દુર્ઘટના સામે આવતી હોય છે. જેમાં કેટલીકવાર લોકોને ગંભીર ઈજા થતી હોય છે તો કેટલીકવાર જાનહાનિ પણ થતી હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં 13 લોકોના મોત થયા છે તો મોતનો આંકડો હજુપણ વધે તેવી શક્યતા છે. નર્મદા નદીમાં મુસાફરી ભરેલી બસ ખાબકતા આ ઘટના સર્જાઈ હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્ય પ્રદેશમાંથી સામે આવી છે. મધ્ય પ્રદેશના ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના ખાલઘાટમાં બનેલા નર્મદા પુલની હોવાનું કહેવાય છે. આ બસ ઈન્દૌરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી. આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર સવારે પોણા દસ વાગ્યે ધામનોદમાં ખલઘાટ પાસે નર્મદા નદીમાં મુસાફરો ભરેલી બસ પડી ગઈ હતી. બસ ઈન્દૌરથી પુણે જઈ રહી હતી. જેમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 40 મુસાફરો હતા. આ દરમિયાન બસ નર્મદા નદીમાં ખાબકી હતી. જેમાં અત્યાર સુધીમાં 13 મૃતદેહ મળી આવ્યા છે. તો હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે.

બસ ટૂ લેન પુલની રેલીંગ તોડીને નદીમાં ખાબકી હતી. આ અંગે જાણ થતાં પોલીસ પ્રશાસન રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે. તો ખરગોન ધાર ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. બસમાં જેટલા લોકો સવાર હતા, તેટલા મર્યા હોવાનું પણ કહેવાય છે. જો કે હજુ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

આ ઘટનામાં 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે પરંતુ હજુ પણ આંકડો વધે તેવી શક્યતા છે. દુર્ઘટના સર્જાઈ તે સ્થળ ઇન્દોરથી 80 કિલોમીટર દૂર હોવાની માહિતી છે થતાં આ રોડ ઇન્દોર મહારાષ્ટ્રને જોડે છે. બસ જે પોળની રેલીંગ તોડીને ખાબકી તે પુલ ખૂબ જૂનો હોવાનું કહેવાય છે. બસ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની છે. જે નર્મદા નદીમાં ખાબકતા મોટી દુર્ઘટના સર્જાઈ છે.

Leave a Reply

Your email address will not be published.