શેર બજારમાં રૂપિયા કમાવવાની સોનેરી તક, રતન ટાટાની આ કંપની જલ્દી જ લાવી રહી છે IPO

India

રતન ટાટા ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમના ટાટા ગ્રુપની ગણના દેશના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાં થાય છે. હવે ટાટા ગ્રુપની એક કંપની લગભગ 18 વર્ષ બાદ પોતાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. અહેવાલ અનુસાર ટાટા મોટર્સની સબસિડિયરી ટાટા ટેક્નોલોજીસ તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ કંપની વિશ્વભરમાં એન્જિનિયરિંગ અને ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે.

ટાટા ગ્રુપની લગભગ અડધો ડઝન કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. આમાંથી છેલ્લી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલે કે TCS છે. TCS નો 5500 કરોડ રૂપિયાનો IPO વર્ષ 2004 માં માર્કેટમાં આવ્યો હતો. પરંતુ ત્યાર પછી ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ આવ્યો નથી.

TCSનો IPO રતન ટાટાના જમાનામાં આવ્યો હતો. એન ચંદ્રશેખરન 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા પછી ટાટા ગ્રૂપનો આ પહેલો આઈપીઓ હશે. Tata Technologies એ IPO લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટાટા ટેક્નોલોજીમાં ટાટા મોટર્સ 74 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ 2021-22માં ટાટા ટેક્નોલોજીની કુલ આવક 3530 કરોડ રૂપિયા હતી. હવે તેમાં વાર્ષિક ધોરણે લગભગ 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.

હાલના સમયે કંપનીનો નફો 83 ટકા વધ્યો છે. આ કંપનીનું હેડક્વાટર્સ પુણેમાં છે. કંપનીના મોટાભાગના ગ્રાહકો ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા પેસિફિકમાં ફેલાયેલા છે. કંપની પાસે સંશોધન અને વિકાસ, મૂલ્ય વર્ધિત રિસેલિંગ, એન્જિનિયરિંગ અને ડિજિટલ એન્ટરપ્રાઇઝ નામના ચાર બિઝનેસ સેગમેન્ટ છે.

કંપની IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ઈ-વ્હીકલ સેગમેન્ટને મજબૂત કરવા અને ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કરશે. ટાટા ગ્રૂપની અન્ય કંપની ટાટા ટેક્નોલોજી ઉપરાંત ટાટા સ્કાય પણ બજારમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. આ કંપની માટે IPO માટે અરજી કરવાની ઔપચારિકતા હજુ બાકી છે. ટાટા ગ્રુપની આ આવનારી કંપનીઓ રોકાણકારો માટે મોટી તક સાબિત થઈ શકે છે. ટાટા ગ્રૂપના નામના કારણે કંપનીઓને તેમની આગળની વૃદ્ધિમાં ઘણી મદદ મળશે, જેનો સીધો ફાયદો આ કંપનીઓના રોકાણકારોને થશે.

Leave a Reply

Your email address will not be published.