અંબાલાલ પટેલની નવી આગાહી, આ તારીખથી શરૂ થશે ભારે વરસાદનો બીજો રાઉન્ડ

Weather

ગુજરાતમાં મેઘરાજાએ કહેર વરસાવ્યા બાદ છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં ત્યારે છેલ્લા બે દિવસથી માત્ર વરસાદી ઝાપટા વરસી રહી છે. આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે પુશ્ય નક્ષત્રમાં વરસાદ અંગે જણાવ્યું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસગરનું વહન ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ એમપી, બિહાર તરફ ફંટાઈ જતા ગુજરાતમાં વરસાદની અસર ઓછી રહેશે. જો કે ઉપર જણાવેલા રાજ્યોના કેટલાક ભાગોમાં 17 થી 20 તારીખ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

મીડિયા અહેવાલ અનુસાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં 22 તારીખ સુધી વરાપ નીકળશે. જો કે આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં 22 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.

નક્ષત્રની વાત કરીએ તો હાલ પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે. 20 તારીખ પછી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ નક્ષત્રોને ખેડૂતો વખ અને પખ તરીકે પણ ઓળખે છે. હાલમાં પુનર્વસુ નક્ષત્ર શરૂ છે. તેમાં વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું નથી. પરંતુ 20 તારીખ પછી પુષ્ય નક્ષત્રોમાં એટલે કે પખમાં થતાં વરસાદનું પાણી ઊભા પાક માટે સારું છે.

આગમી બે ઓગસ્ટ સુધી પુષ્ય નક્ષત્ર ચાલશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે બે ઓગસ્ટ ઓછી વરસાદનું પાણી ઊભા પાકો માટે સારું નથી. 22 જુલાઈથી શરૂ થતાં વરસાદના નવા રાઉન્ડમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સંભાવના છે. ઉપરાંત 24 થી 26 તારીખ સુધીમા દરિયા કિનારાના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.