બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને સૌ કોઈ જાણે છે. આલિયા ભટ્ટના ઘણા બધા ચાલહો છે. આલિયાના ફેન્સ તેને ખુબજ લઇ કરે છે. ત્યારે સોશિયલ મીડિયામાં આલિયાની આબેકૂબ કોપી એવી એક યુવતીની તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. જેનું નામ સેલેસ્ટિ બૈરાંગે છે જેને જોને તમે ગોથું ખાઈ જશો. આ યુવતી સેમ ટુ સેમ આલિયા જ લેશે છે.
હાલમાં સેલેસ્ટી બૈરાગે નામની આ છોકરી બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ જેવા લુકને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ થઈ ગઈ છે. આ યુવતી આલિયા ભટ્ટનો એક ડાયલોગ બોલતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી સેલેસ્ટી બૈરાગીની લોકપ્રિયતા વધી હતી.
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની કોપી એવી સેલેસ્ટી બૈરાગે તેના પહેલા ટેલિવિઝન શો ઉડતી કા નામ રજ્જો મા જોવા મળશે. આ શોમાં તે યુવા એથ્લેટ રજ્જોની ભૂમિકા ભજવી રહી છે. તેણે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આ શો માટે શૂટિંગ કર્યું છે. એક રીલ્સ એ આ યુવતીની જિંદગી બદલી નાખી.
સેલેસ્ટીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના એક સીન પર બનેલી રીલે તેને આ રોલ મેળવવામાં મદદ કરી હતી. સેલેસ્ટીએ કહ્યું મને હંમેશાથી સ્કૂલ નાટકોમાં અભિનય કરવાનું પસંદ હતું. હું એક એક્ટ્રેસ બનવા માંગતી હતી. હું આલિયા ભટ્ટની મોટી પ્રશંસક છું અને તેની ફિલ્મો જોવાનું પસંદ કરું છું.
આલિયા ભટ્ટની કોપી એવી આ યુવતીએ કહ્યું કે હું મારા સોશિયલ મીડિયામાં નવી રીલ્સ અપડેટ કરું છું. થોડા મહિના પહેલા મેં એક રીલ બનાવી અને ગંગુબાઈ કાઠિયાવાડીનો એક સીન પોસ્ટ કર્યો હતો. નિર્માતાઓએ રીલ જોઈ અને મને ઓડિશન માટે બોલાવી. થોડા મૉક શૂટ પછી મને આ રોલ માટે પસંદ કરવામાં આવી.
સેલેસ્ટીએ ખુલાસો કર્યો કે તેણે સિરિયલ પહેલા એક ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેણે કહ્યું અમે કુલ્લુમાં શો માટે માઈનસ ડિગ્રી તાપમાનમાં શૂટ કર્યું અને ઘણા સ્ટંટ કર્યા. આ સિવાય સેલેસ્ટીએ જણાવ્યું કે આલિયા ભટ્ટની ફિલ્મ હાઈવે તેની ફેવરિટ ફિલ્મ છે. તે ઈચ્છે છે કે તેઓ ભવિષ્યમાં આ પ્રકારનું કામ કરે. આ સિવાય સેલેસ્ટીએ એમ પણ કહ્યું કે તે આલિયાને મળવા માંગે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેલેસ્ટી સ્ટાર પ્લસ શોમાં રાજવીર સિંહ સાથે કામ કરશે. તેનો શો ઉડતી કા નામ રજ્જો 8 ઓગસ્ટથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે સેલેસ્ટી આ પહેલા આસામી વેબ ફિલ્મ નિવર અરુ તારામાં જોવા મળી હતી. એક રીલે સેલેસ્ટિની લાઈફ બદલી નાખી.