હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત, આ પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

Weather

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ ધબડાટી બોલાવી છે. જો કે બે ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. એવામાં હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે મેઘરાજા ઉત્તર ગુજરાતને ઘમરોળશે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને તન જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ચાલુ વર્ષે કોઈ ખાસ વરસાદ વરસ્યો નથી તેથી હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેઓ વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગે ઉત્તરના બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે વહેલી સવારથી જ આ વિસ્તારોમા ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ત્યારે હજુ પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે સવારે 79 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં 1.5 ઈંચ વરસાદ, શહેરામાં 1 ઈંચ, કડાણામાં 1 ઈંચ વરસાદ, મોરવા હડફમાં 1 ઈંચ, ઉમરપાડામાં 15 મી.મી વરસાદ, પેટલાદમાં 15 મી.મી, નડિયાદમાં 13 મી.મી વરસાદ અને માંગરોળમાં 13 મી.મી, કપરાડામાં 13 મી.મી વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ભારે વરસાદને પગલે કેટલી જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે કહેર મચાવ્યો પાકને ઘણું નુકસાન થયું છે. ત્યારે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરાશે અને સર્વે થઈ ગયા બાદ તંત્ર દ્વારા કેટલું પેકેજ જાહેર થાય આવશે તેના પર સૌ ખેડૂતોની નજર મંડરાયેલી રહેશે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોને ખુબજ નુકસાન થયું છે તો લોકોની ઘરવખરીને પણ ઘણું નુકસાન થયું છે. વરસાદગ્રસ્ત વિસ્તારમાં ખેડુતોના પાકને કેટલું નુકસાન થયું છે તેનો થતાં બાગાયતી ખેતીના નુકસાનનો સર્વે કરવામાં આવશે ત્યારબાદ તંત્ર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.