રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી, આ તારીખથી મેઘરાજા તૂટી પડશે

Weather

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં મઘરાજા મન મૂકીને વરસ્યા છે તો કેટલીક જગ્યાએ તો વરસાદે કાળો કહેર મચાવ્યો છે. જો કે વરસાદનો પહેલો રાઉન્ડ પૂરો થતા છેલ્લા બે ત્રણ દિવસથી સૂર્ય દેવના દર્શન થઇ રહ્યા છે ત્યારે ટૂંક જ સમયમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા 5 દિવસ રાજ્યમાં વરસાદની માહોલ જોવા મળશે.

રાજ્યમાં વરસાદના પહેલા રાઉન્ડમાં સારો વરસાદ વરસ્યો છે. જો કે હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે હવે 22 જુલાઈથી રાજ્યમાં ફરી સાર્વત્રિક વરસાદ થશે.

નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 58 ટકા વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 104 ટકા વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 74 ટકા, સૌરાષ્ટ્રમાં 58 ટકા, મધ્ય ગુજરાતમાં 47 ટકા અને ઉત્તર ગુજરાતમાં 33 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે હવે 22 તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે જેમાં ભારે વરસાદની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખેડા જિલ્લામાં સોમવારે મધરાતથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે તો ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે. નડિયાદમાં પણ સોમવારે બપોરે 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ખેડા જિલ્લામાં સોમવારે સવારે 6 થી સાંજે ચાર વાગ્યા સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ખેડૂતો ખુશ થયા છે. ખેડા જિલ્લામાં મહેમદાબાદમાં બે ઇંચ, નડિયાદમાં દોઢ ઇંચ, માતરમા અને મહુધામાં પણ દોઢ ઇંચ, કઠલાલ અને ગળતેશ્વરમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતો ખુશ થયા છે.

Leave a Reply

Your email address will not be published.