ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં મેઘરાજાની રિ-એન્ટ્રી થશે

Weather

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર મચાવ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુપણ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા 21 અને 23 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ દરમિયાન સુરત, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. તો 23 અને 24 જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં અતિભારે વરસાદ વરસાદની આગાહી કરાઈ છે તો આ સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં ભારે વરસાદ વરસ્યા બાદ વરસાદે વિરામ લીધો છે ત્યારે 24 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે 23 અને 24 તારીખે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

વરસાદના પહેલા રાઉન્ડમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસ્યો હતો. ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓના નીર વલસાડ, નવસારી સહિતના વિસ્તારોના ગામડાઓ અને શહેરોમાં ઘુસ્યા હતા. નદી-નાળા છલકાયા હતા. ડેમ પણ ઓવરફ્લો થઇ ચૂક્યા હતા.

અતિભારે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ઘરવખરી, ખેતપેદાશો, રોડ-રસ્તા અને માનવ અને પશુ હાનિ થઇ હતી. ત્યારે હવામાન વિભાગે ફરી અતિભારે વરસાદની આગાહી કરતા દક્ષિણ ગુજરાતના લોકો ચિંતામાં મૂકાયા છે. વરસાદી આફતને કારણે ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુપણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય રાજ્યના 183 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ખેડાના માતર તાલુકામાં 3.25 ઈંચ વરસાદ થયો છે. તો નડિયાદ અને વસોમાં 3-3 ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો છે. સોમવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદની માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.