બોરસદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીને ટ્રકચાલકે કચડી નાખ્યા, પોલીસકર્મીના મોતથી બે બાળકે પિતાની છત્રછ્યા ગુમાવી અગાઉ માતા પણ..

Gujarat

સૌપ્રથમ હરિયાણા ત્યારબાદ ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકીંગ દરમિયાન પોલિસકર્મીનો જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં અફરાતફરી મચાવી દીધી છે. આ ઘટનામાં આણંદના બોરસદના કોન્સ્ટેબલ કિરણસિંહ રાજનું મૃત્યુ થયું છે. બોરસદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કોન્ટબલે ટ્રકચાલકને ઊભા રહેવા ઇશારો કર્યો પરંતુ ટ્રક ચાલકે પોતાની ટ્રક ભગાવી મૂકતાં પોલીસકર્મીએ પીછો કર્યો હતો. જેમાં ટ્રકને ઓવરટેક કરી એને રોકવાનો પ્રયત્ન કરતાં ચાલકે ટ્રક પોલીસકર્મી પર ચડાવી દીધી હતી.

બોરસદ ટાઉનમાં વાહન ચેકીંગ દરમિયાન પોલીસ જવાને ટ્રકચાલકને ટ્રક રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ટ્રક ભગાવી મુકતા પોલીસ કોન્સ્ટેબલે તેનો પીછો કરી ઓવરટેક કરી ગાડી સામે ઉભી રાખી દીધી હતી. આ દરમિયાન ટ્રક ચાલકે ટ્રક રોકવાને બદલે પોલીસકર્મીના માથા પર ચડાવી દીધી હતી. આ બનાવમાં સારવાર દરમિયાન પોલીસકર્મીનું મોત થતા પોલીસતંત્રમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Latest News Today: After Haryana, Jharkhand, cop crushed to death in Gujarat

ઘટનામાં મૃત્યુ પામનાર પોલીસ જવાનનું નામ કિરણસિંહ રાજ છે. તેઓ નાઈટ ડ્યુટી દરમિયાન વાહન ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ટ્રક ચૅક કરવા માટે ટ્રકચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો પરંતુ ટ્રક ચાલકે ટ્રક દોડાવી. કિરણસિંહે તેનો પીછો કરી ટ્રકની આગળ ઓવરટેક કરી ગાડી ઊભી કરી દીધી અને તે રોકવા કહેતા ટ્રકચાલકે ટ્રક કિરણસિંહ ઉપર ચઢાવી દીધી હતી.

ઘટના અંગે આંણદ પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણએ જણાવ્યું હતું કે,પોલીસકર્મી ઉપર ફરજ દરમિયાન થયેલી આ ઘટના ઇરાદાપૂર્વક કરેલો ગુનો છે. રાજસ્થાન પાસિંગની ટ્રક હાલ પોલીસ જાપતામાં છે. ફરિયાદ બાદ પોલીસે ટ્રાનસ્પોર્ટ માલિકને હાજર થવા જણાવતા ટ્રાનસ્પોર્ટ માલિક દ્વારા ટક્કર મારી ફરાર થયેલા ટ્રક ચાલક બોરસદ પોલીસ સ્ટેશન હાજર કરાયો છે. જેની સામે ઇપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મૃતક પોલીસકર્મી કિરણસિંહ.

ટ્રક ચાલકનું નામ ગોપીરામ મીણા હોવાનું સામે આવ્યું છે. જો કે ટ્રક ચાલકે બ્રેક ન લાગી હોવાનો દાવો કર્યો છે. ઉપરાંત બ્રેક ન લાગ્યાનું રટણ ટ્રાન્સપોર્ટ માલિકે પણ કર્યું હતું. કિરણસિંહ 2006 થી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. તેમને બે સંતાનો પણ છે. તેમની પત્નીનું ચાર વર્ષ અગાઉ મૃત્યુ થયું છે ત્યારે હાલ કિરણસિંહ શહીદ થતા બે સંતાનોએ માતા બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવી છે. પરિવારના કલ્પાંતે ગામમાં શોકમગ્ન વાતાવરણ નિર્માણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે હરિયાણામાં નૂહમાં DSP સુરેન્દ્ર સિંહ દરોડા પાડવા માટે ગયા હતા. આ દરમિયાન ખાણ-માફિયાઓએ DSPને ડમ્પર નીચે કચડી નાખ્યા હતા જેથી તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના સોમવારે બની હતી. ડીએસીપીને બાતમી મળી હતી કે ગેરકાયદે ખનન થઇ રહ્યું છે જેથી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ખાણકામ કરતા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ડીએસપીને ડમ્પર નીચે કચડી નાખવામાં આવ્યા હતા.

હરિયાણા બાદ ઝારખંડમાં પણ ગુનેગારોએ પોલીસ અધિકારીને વાહન વડે કચડીને મારી નાખ્યા. ઝારખંડમાં વાહન ચેકીંગ દરમિયાન મંગળવારે બપોરે ત્રણ વાગ્યા આસપાસ મહિલા પોલીસ અધિકારને વાહન નીચે કચડી નાખવામાં આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા પોલીસ અધિકારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે હરિયાણા અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં માફિયાઓ પોલીસ જવાનનો જીવ લીધો.

Leave a Reply

Your email address will not be published.