સાયક્લોનિક સર્ક્યુલેશ ગુજરાત તરફ આવ્યું, રાજ્યના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયુ

Weather

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હાલ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આવતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 22 જુલાઈએ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો 23 અને 24 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

મહત્વનું છે કે એક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે જેને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સર્ક્યુલેશન ગુજરાત તરફ વળતા ભારે વરસાદ વરસી શકે છે. સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે જેમાં 23 જુલાઈએ અમદાવાદમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો 24 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જામનગર, દ્વારિકા અને કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. તો ભારે વરસાદની આગાહીને પગલે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનો વરતારો છે. જેમાં 22 અને 23 જુલાઈએ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23 અને 24 જુલાઈએ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે તથા 24 અને 25 જુલાઈએ જમનગર, દ્વારિકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી શક્યતા છે. ત્યારે ભારે વરસાદી આગાહીને કારણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓને એલર્ટ કરાયા છે.

Leave a Reply

Your email address will not be published.