દેશભરમાંથી કેટલાક હચમચાવી દે તેવા કિસ્સા સામે આવતા હોય છે. હાલ ઉત્તર પ્રદેશમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના ગંગા બેરેજ રોડ પર ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પરનો છે.
બિજનૌરના આ પેટ્રોલપંપ પર પૂર ઝડપે આવતી બસ ઘૂસી ગઈ. આ ગંભીર અકસ્માતમાં મહિન્દ્રા પીકઅપ ડ્રાઇવર અને ફ્યૂલ ભરી રહેલા એક મુસાફરને ઇજા પહોંચી હતી. તેમજ ઈનોવા વાહનને પણ નુકશાન થયું છે. ઘટનાનો વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમા ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે. જો કે સદ્નસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી.
પેટ્રોલપંપ પર થયેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં બસ કઈ રીતે ટકરાઈ તે જોઈ શકાય છે. આ બસ દિલ્હીથી હરિદ્વાર જઈ રહી હોવાનું સામે આવ્યું છે. આ બસ શિવભક્તોથી ભરેલી હતી. જે બિજનૌરના ગંગા બેરેજ રોડ પર આવેલા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ ડીઝલ ભરવા માટે જઈ રહી હતી.
बिजनौर में इंडियन ऑयल के पेट्रोल पंप में घुसी अनियंत्रित बस की टक्कर से दो वाहन और पंप क्षतिग्रस्त हो गए है, जिससे वहां पर अफरातफरी मच गई.#accident #Bijnour pic.twitter.com/LyJypN6Tjm
— Mayank Tiwari (@imayanktiwari) July 20, 2022
બસ પેટ્રોલપંપ પર જઈ રહી હતી આ દરમિયાન ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન પંપ યુનિટ અને ઓઇલવાળા બે વાહનો અથડાયા હતા જેમાં બે લોકો ઘાયલ થયા છે. જો કે મોટી દુર્ઘટના થતા ટળી જયારે પેટ્રોલ પંપ પર હાજર લોકોનો આબાદ બચાવ થયો હતો. જો કે ઘટના સર્જાતા ડ્રાઈવર બસ છોડીને નાસી છૂટ્યો હતો.
આ ઘટનામાં બસે પંપ પરથી પરત ફરી રહેલા પીકઅપને પણ ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બે મશીન ઉખડીને ઇનોવા કાર પર પડ્યા હતા. આ ઘટનામાં પેટ્રોલ પંપનું મશીન સંપૂર્ણપણે તૂટી ગયું છે. ઘટના સર્જાતા લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા જેથી પેટ્રોલ પંપ પર અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાને પગલે બસ ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. તો પીકઅપ ડ્રાઈવરે બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. જો કે આ દરમિયાન પીકઅપ ડ્રાઈવર સહીત બે લોકો ગંભીર રીતે ઘયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતીની અનુસાર આ ઘટના બસની બ્રેક ફેક થવાને કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.