ચોકલેટ તો સૌ કોઈ ખાય છે અને ખાસ કરીને બાળકોને તો ચોકલેટ ખુબ જ પસંદ હોય છે. પરંતુ કેટલીકવાર ચોકલેટ ઘાતક સાબિત થઈ છે. હાલ એક એવો દર્દનાક કિસ્સો સામે આવ્યો જેમાં એક ચૉકલેટે 6 વર્ષની બાળકીનો જીવ લીધો. આ કિસ્સો દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે.
આ ઘટના કર્ણાટકમાંથી સામે આવી છે. જેમાં 6 વર્ષની માસુમ બાળકીનું ગળામાં ચોકલેટ ફસાવાને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે. તો માસુમ બાળકીના મોતને કારણે બાળકીના પરિવાજનોમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર બાળકીના ગળામાં ચોકલેટ ફસાઈ જતા બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. બાળકીનું નામ સામન્વી પૂજારી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટનાના દિવસે સવારે બાળકી સ્કૂલે જવા માટે તૈયાર ન્હોતી પરંતુ તેના માતાપિતા તેને શાળાએ જવા માટે મનાવે છે.
બાળકીને શાળાએ જવા મનાવતી વખતે તેની માતા બાળકીને ચોકલેટ આપે છે. આ સમગ્ર ઘટના ત્યારે બને છે જયારે બાળકી પોતાના ઘરે હતી અને સ્કૂલ બસ ચડવાની હતી. તે સ્કૂલ બસમાં ચડતી વખતે રેપર એટલે કે ચોકલેટના કાગળ સાથે જ ચોકલેટ મોઢામાં મૂકી દે છે પરંતુ કમનસીબે ચોકલેટનું રેપર બાળકીના ગળામાં ફસાઈ જાય છે.
ચોકલેટ ગળામા ફસાવાને કારણે 6 વર્ષની સામન્વીનો શ્વાસ રૂંધાવા લાગે છે. જેના કારણે બાળકી બસના દરવાજા પાસે જ નીચે પડી જાય છે. ઘટના પગલે બસ ડ્રાઈવર અને બાળકીના પરિવારજનોએ બાળકીને ભાનમાં લાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ બાળકી ભાનમાં આવી નહીં જેથી તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી.
પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં હાજર ડોકટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ચોકલેટ ખાવાને કારણે નાનકડી બાળકીનું મોત થયું. બાળકીના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોમાં માતમ છવાયો છે તો ઘટનાને પહલે આસપાસના બાળકો અને તેના વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે.
ઘટના અંગે જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ આવી પહોંચી હતી. બાળકીને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી છે જેથી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. જો કે હાલમાં એવું કહેવામાં આવું રહ્યું છે કે ચોકલેટનું રેપર ગળામા ફસાવાને કારણે માસુમ બાળકી મોતને ભેટી પડી. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે.