ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી હાલ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘર ઘરમાં હાસ્ય લાવનારી સિરિયલ ભાભીજી ઘર પાર હૈ માંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભાભીજી ઘર પર હૈ ફેમ દીપેશ ભાને દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેઓ ફેમસ ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હૈ માં મલખાન સિંહાનો રોલ ભજવતા હતા.
અભિનેતા દીપેશ ભાન ઘણા સમયથી આ સીરિયલમાં કામ કરી રહ્યા હતા ઉપરાંત તેમના પાત્રને ખુબ પસંદ કરવામાં આવ્યતું હતું. ત્યારે જાણીતા એક્ટરે દીપેશ ભાને આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતાના નિધનની પુષ્ટિ શો ના ડિરેક્ટર અભિનીત દ્વારા કરવામાં આવી હતી.
દીપેશ ભાનના લગ્ન થઇ ગયા છે અને તેમને એક બાળક પણ છે. તેઓ શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે રમતા રમતા અચાનક મેદાનમાં ઢળી પડ્યા હતા જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલમાં હાજર ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. દિપેશના મોતથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે.
અભિનેતા લાંબા સમયથી ટીવી દુનિયા સાથે જોડાયેલા હોવાથી તેમના ઘણા ચાહકો પણ છે. ત્યારે અભિનેતાના મોતના સમાચારથી તેમના ચાહકો પણ દુઃખી થયા છે. મલખાન સિંહ ઉર્ફે દીપેશ ભાનનું માત્ર 41 વર્ષની ઉંમરે નિધન થતા ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાયો છે. દીપેશ ભાનનું મેદાનમાં રમતા રમતા અચાનક જ મોટ નીપજ્યું છે.
દીપેશ ભાનના મૃત્યુની પુષ્ટિ અભિનેતા વૈભવ માથુરે પણ કરી છે. તેમણે દિપેશના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે હા હવે તે નથી. હું આના પર કઈ કહેવા નથી માંગતો. કારણ કે કહેવા માટે કંઈ બાકી નથી. તમને જણાવી દઈએ કે દીપેશ ભાન અને વૈભવ માથુર બને શોમાં મિત્રના રોલમાં હતા અને બંને વચ્ચે સારી બોન્ડિંગ પણ હતી.
દીપેશ ભાને ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ‘ભાભીજી ઘર પર હૈ’ પહેલા તે ‘કોમેડી કે કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાળા’, ‘એફઆઈઆર’ સહિતના ઘણા કોમેડી શોનો ભાગ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ ફિલ્મ ‘ફાલતુ ઉટપટાંગ ચટપટી કહાની’માં જોવા મળ્યા હતા. અભિનેતા દીપેશ ભાન આમિર ખાન સાથે T20 વર્લ્ડ કંપની જાહેરાતમાં જોવા મળ્યા હતા. ઉપરાંત તેઓ ફેમસ સિરિયલ ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ માં ગુલાબો કાંડ વખતે વકીલ તરીકે પણ જોવા મળ્યા હતા.