રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો, આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશે

Weather

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ત્યારે બીજા રાઉન્ડની શરૂઆતમાં જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર અને અમદાવદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા માટે શનિ-રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

ઉલ્લેખનીય છે કે રવિવારે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. તો હવામાન વિભાગે જણાવ્યું છે કે રવિવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ જ્યારે રાજકોટ, બોટાદ, પોરબંદર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 60 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાના પહેલા રાઉન્ડમાં રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે જેથી જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. રિપોર્ટ અનુસાર રાજ્યના 50 જળશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

મહત્વનું છે કે દરિયામા ફરીથી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં વરસાદના બીજા રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તો કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ 50 જળાશયો હાઇએલર્ટ પર મુકાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે. તો ગત 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ સિનોર, ડેડિયાપાડા અને સુત્રાપાડમાં 2 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે. જ્યારે વડોદરામાં 1.75 ઈંચ, નાંદોદમાં 1.5 ઈંચ, સાગબારામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.25 ઈંચ, ગરુડેશ્વરમાં 1.25 ઈંચ, પાદરામાં 1.25 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે જયારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published.