ભારતના રાષ્ટ્રપતિ તરીકે NDA ઉમેદવાર દ્રોપદી મુર્મૂને પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને મ્હાત આપી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રાષ્ટ્રપતિને દેશના પ્રથમ નાગરિક માનવામાં આવે છે પરંતુ આજે અમે તમને જણાવીશું કે ભારતના રાષ્ટ્રપતિનો કેટલો પગાર હોય છે અને તેમણે કઈ કઈ સુવિધાઓ મળે છે.
વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે જેમનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થતા દ્રોપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે. દ્રોપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા છે. દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિને દેશના પ્રથમ નાગરિક માનવામાં આવે છે. વર્ષ 2018 માં રાષ્ટ્રપતિને આપવામાં આવતી સેલેરી 1.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયાય પર માસ કરવામાં આવી હતી. એટલે કે વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિને એક મહિનાનો પગાર 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ સાથે જ હાઈ સિક્યુરિટી અને અનેક સુવિધાઓ આપવામાં આવે છે.
રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થઇ ગયા બાદ તેમને દર મહિને 2.5 લાખ રૂપિયા પેંશન આપવામાં આવે છે. રાષ્ટ્ર્પતિના કાર્યકાળ દરમિયાન તેમને દર મહિને 5 લાખ પગાર આપવામાં આવે છે જે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. તો આ સાથે જ તેમની મેડિકલ ટ્રીટમેન્ટ બિલકુલ મફતમાં થાય છે.
ભારતના રાષ્ટ્રપતિ રાયસીના હિલ્સ પરના રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના મહામહિમ રહે છે. રાષ્ટ્રપતિ ભવન ખુબ જ મોટું છે જે 320 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 340 બેડરૂમ છે. ભારતના રાષ્ટ્રપતિને તો સારો પગાર મળે જ છે પરંતુ રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓ માટે પણ મોટું બજેટ ફાળવવામાં આવે છે.
રાષ્ટ્રપતિને અવર જવર માટે એક વિશેષ કાર (મર્સિડીઝ બેન્જ એસ 600) મળે છે. રાષ્ટ્રપતિને બે લેન્ડલાઈન ફોન અને એક મોબાઈલ મળે છે જે બિલકુલ ફ્રી હોય છે. રાષ્ટ્રપતિના પદ પર જે આવે છે તેને ખુબજ સખ્ત સિક્યોરિટી આપવામાં આવે છે. આ સાથે જ રાષ્ટ્રપતિ જયારે બહાર જાય છે ત્યારે તેમની સાથે બોડીગાર્ડ પણ રહે છે.
રાષ્ટ્રપતિના બોડીગાર્ડ્સને પ્રેસિડેશિયલ બોડીગાર્ડ્સ કહેવામાં આવે છે, જેમની સંખ્યા 86 હોય છે. સહયોગીની સાથે રાષ્ટ્રપતિ ફ્રીમાં હવાઈ અને રેલ્વેની મુસાફરી કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિને વર્ષ દરમિયાન બે વેકેશન રિટ્રીટ પણ મળે છે. જેમાં એક ઉત્તરમાં ધ રિટ્રીટ બિલ્ડીંગ મશોબ્રા, શિમલામાં અને બીજી બોલારૂમ, હૈદરાબાદમાં મળે છે. આ સ્થળ ખુબજ સુંદર છે.
રાષ્ટ્રપતિને વર્ષ દરમિયાન બે રિટ્રીટ મળે છે જેમાં એક છે મશોબ્રાની ટેકરીની ટોચ પર સ્થિત ધ રિટ્રીટ. અહીં રાષ્ટ્રપતિ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર મુલાકાત લે છે અને કોર ઓફિસ તેમના રોકાણ દરમિયાન ત્યાં રહે છે. આ ખુબજ સુંદર અને રમણીય વાતાવરણમાં સ્થિત છે જે તમે તસ્વીરમાં જોઈ શકો છો. ઈમારતનો પ્લિન્થ એરિયા 10,628 ચોરસ ફૂટનો છે જે 1850મા બાંધવામાં આવેલી છે.
રાષ્ટ્ર્પતિ વર્ષમાં એકવાર હૈદરાબાદ સ્થિત બોલરૂમ બિલ્ડીંગની મુલાકાત લે છે. રાષ્ટ્રપતિ નિલયમ બિલ્ડીંગ જે બોલારૂમમાં સ્થિત છે તેને ભારતની આઝાદી પછી હૈદરાબાદનાં નિઝામ પાસેથી લેવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ સચિવાલયને સોંપવામાં આવી હતી. 90 એકર જમીનમાં બનેલી છે આ ઇમારત 1860 માં બનાવવામાં આવી હતી જે ખુબજ સુંદર છે.