45 વર્ષ બાદ પરિવારમાં થયો દીકરીનો જન્મ, દીકરીનું એવું સ્વાગત કર્યું કે જાણીને તમે પણ કહેશો વાહ

Story

દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ આજના સમયમાં કેટલાક પરિવારમાં દીકરીઓની અવગણના થાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ કેટલીક જગ્યાએથી દીકરીના જન્મ પર વહુને ત્રાસ આપવાના કિસ્સો પણ સામે આવતા હોય છે. કેટલાક પરિવારમાં દીકરાનો જન્મ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે જયારે દીકરીને તો આ દુનિયામાં આવ્યા પહેલા જ દૂર કરાતી હોય છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરીના જન્મ પર એવું આયોજન કરવામાં આવ્યું કે જાણીને તમે પણ ખુશ થઇ જશો.

 एकमा नगर पंचायत क्षेत्र के शिवजी प्रसाद के पुत्र धीरज गुप्ता की पत्नी ने एकमा के एक निजी हॉस्पिटल में बेटी को जन्म दिया. बेटी पैदा होने पर परिजनों के खुशी का ठिकाना नहीं रहा. परिजन नन्‍ही बिटिया को पालकी में बिठा कर गाजे-बाजे के साथ घर लाए. (फोटो: संतोष गुप्‍ता)

કોઈપણ પરિવારમાં દીકરાના જન્મ પર પેંડા વહેંચવામાં આવે છે અને જશ્ન માનવવામાં આવે છે પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિવારમાં દીકરો નહીં પરંતુ દીકરીનો જન્મ થતા જશ્ન મનાવવામાં આવ્યો. આ કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે જેના દ્રશ્યો જોઈને સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

બિહારના છાપરાના એક પરિવારમા 45 વર્ષ બાદ દીકરીનો જન્મ થતા પરિવારની ખુશીનો પાર ન રહ્યો. દીકરીના જન્મના સમાચાર મળતા જ દીકરીને હોસ્પિટલથી ઘરે લાવવા માટે પૂર જોશે તૈયારી ચાલુ કરવામાં આવી. દીકરીને ઘરે લાવવા માટે ડોલી સજાવવામાં આવી અને બેન્ડ બાજાની પણ વ્યવસ્થા કરવામાં આવી.

 परिजनों ने गांव में मिठाइयां बांटीं और जब बेटी को अस्पताल से छुट्टी मिली तो उसे डोली में बैठा कर घर लाए. यह अद्भुत मामला एकमा नगर पंचायत क्षेत्र का है. (फोटो: संतोष गुप्‍ता)

છાપરા ગામમાં રહેતો આ પરિવાર દીકરીને ડોલીમાં બેસાડીને બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે ઘરે લાવ્યા. દીકરીના જન્મથી પરિવાર એટલો ખુશ થયો કે નાચવા લાગ્યો. મહિલાઓ સ્વાગત માટે મંગલગીત ગાતી રહી તો અન્ય પરિવારનાં સભ્યો ઢોલ-તાશાઓની ધૂન પર નાચતા રહ્યા. જેણે પણ આ જશ્નની સત્યતા જાણી તેમનું મન પ્રફુલ્લિત થઇ ગયું.

આ પરિવારમાં 45 વર્ષ બાદ દીકરીનો જન્મ થતા પરિવારજનો ખુબજ ખુશ હતા. દીકરીને એમ્બ્યુલન્સની બદલે ડોલીમાં ઘરે લાવવામાં આવી. ડોલીને સરસ સજાવવામાં આવી અને તેમાં લક્ષ્મીરૂપી દીકરીને વાજતે ગાજતે ઘરે લાવવામાં આવી. માત્ર એટલું જ નહીં પરંતુ પરિવારજનોએ હોસ્પિટલમાં તમામ કર્મચારીઓને અને આખા ગામમાં મીઠાઈ વહેંચી હતી.

 धीरज गुप्ता के बड़े भाई बबलू गुप्ता ने बताया कि हम 4 भाइयों में किसी को बेटी नहीं थी. परिवार में बेटी का जन्‍म हो इसके लिए हर कोई तरस रहा था. बबलू ने आगे बताया कि उनके परिवार में करीब 45 वर्षो के बाद बेटी ने जन्म लिया है. (फोटो: संतोष गुप्‍ता)

આજના સમયમાં ઘણી જગ્યાએ સમાજમાં દીકરીઓની અવગણના થાય છે ત્યારે આ પરિવારે દીકરીના જન્મ પર જશ્ન મનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીકરી તો સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીને તો તુલસીનું ક્યારો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં દીકરી ખીલખીલાટ કરતી હોય તે ઘર ખુશીથી જુમી ઉઠે છે.

આ કિસ્સો બિહારના એકમાં નગર પંચાયત ક્ષેત્રનો છે. જ્યાં બબલુ ગુપ્તા રહે છે. તેઓ ચાર ભાઈઓ છે. બબલુ ગુપ્તા જણાવે છે કે અમારા ચારેય ભાઈઓમાં કોઈને દીકરી ન્હોતી. પરિવારના દરેક ભક્તો દીકરી માટે ઝંખતા હતા ત્યારે અંદાજે 45 વર્ષ બાદ આજે અમારા પરિવારમાં દીકરીનો જન્મ થયો છે. દીકરીના જન્મથી પરિવારજનો ખુબજ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published.