ગુજરાતની આ નદી પર 2000 કરોડના ખર્ચે બનશે રિવરફ્રન્ટ, વર્લ્ડ બેન્ક આપશે લોન

Gujarat

ગુજરાતમાં ઘણી બધી નદીઓ આવેલી છે જેમાંથી અમદાવાદની સાબરમતી નદીને કાંઠે રિવરફ્રન્ટ બનાવવામાં આવેલ છે. સાબરમતી નદીને કાંઠે બનવવામાં આવેલ આ રિવર ફ્રન્ટ આજે સમગ્ર રાજ્યમાં જાણીતો છે. ત્યારે હવે ગુજરાતની બીજી એક મોટી નદી પર રિવર ફ્રન્ટ બનવા જઈ રહ્યો છે જેના માટે વર્લ્ડ બેન્ક 1400 કરોડની લોન આપશે.

અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે બનેલ રિવર ફ્રન્ટ ખુબ જણીતો છે ત્યારે હવે ગુજરાતની બીજી એક મોટી નદી તાપી નદીને કાંઠે રિવર ફ્રન્ટ બનશે. સૂર્યપુત્રી તાપીને કાંઠે રિવરફ્રન્ટ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. તાપી નદીને કાંઠે રિવર ફ્રન્ટ બનાવવા માટે વર્લ્ડ બેન્ક પાસેથી 1400 કરોડની લોન લેવામાં આવશે.

ગુજરાતમાં બીજી નદી પર રિવર ફ્રન્ટ બનશે. અમદાવાદમાં બનાવવામાં આવેલા રિવર ફ્રન્ટમાં અનેક પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે હવે તાપી નદીને કાંઠે રિવર ફ્રન્ટ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તાપી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે લોન આપવા માટે વર્લ્ડ બેન્ક તૈયાર થઇ ગઈ છે.

તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટમાં પ્રથમ તબક્કામાં 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થનાર છે. 2000 કરોડ પૈકી 1400 કરોડની લોન વર્લ્ડ બેંક આપશે. જો કે લોન આપવા માટે વર્લ્ડ બેંક દ્વારા કેટલીક શરતો મુકવામાં આવી છે. આ માટે 11 પ્રકારના સ્ટડી રિપોર્ટ અને તારણો રજૂ કરવાના રહેશે. ત્યારબાદ જ આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્ક લોન આપશે.

તાપી નદી કાંઠે રિવર ફ્રન્ટ બનાવવામાં આવશે. જેમાં 2000 કરોડનો ખર્ચ થશે. પાલિકા દ્વારા 2000 કરોડ પૈકી 30% કામના ટેન્ડર બહાર પડાયા બાદ જ વર્લ્ડબેંક લોન આપશે. આ ઉપરાંત પાલિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાના કન્સલ્ટન્ટની પણ નિમણુંક કરવી પડશે. ત્યારબાદ આ માટે લોન મળશે.

Leave a Reply

Your email address will not be published.