ટ્રાફિક પોલીસને મળી 45 લાખ રોકડા ભરેલી બેગ, કર્યું એવું કામ જાણીને સૌ કોઈ કરવા લાગ્યા વખાણ

Story

હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે કહેશો કે ઈમાનદારી આજે પણ જીવે છે. આ કિસ્સો છત્તીસગઢથી સામે આવ્યો છે. જ્યાં એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને 45 લાખ રૂપિયા રોકડા મળ્યા તો એવું કામ કર્યું કે દરેક જગ્યાએ તેમના વખાણ થવા લાગ્યા. આ પોલીસ જવાનનું નામ નીલાંબર સિંહા છે.

Traffic constable Nilambar Sinha | खबरगली

સોશિયલ મીડિયા પર દરેક લોકો આ જવાનની ઇમાનદારીના વખાણ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહિ પરંતુ કેટલાક IAS અને IPS અધિકારીએ પણ તેમના વખાણ કર્યા છે. નીલાંબર સિંહા છત્તીસગઢના રાયપુરમાં ફરજ બજાવે છે. તેમને સડક કિનારે એક લાવારિસ બેગ મળ્યું જેમાં 45 લાખ રૂપિયા રોકડા હતા. બેગ રૂપિયાથી છલોછલ ભરેલું હતું.

જો કોઈ પણ વ્યક્તિને આવી રીતે લાવારિસ હાલતમાં બેગ મળે અને તે પણ રૂપિયાથી છલોછલ ભરેલું તો મનમાં થોડી લાલચ તો આવે જ પરંતુ કોન્સ્ટેબલ નીલાંબર સિંહાનું મન સહેજ પણ ડગ્યું નહીં. તેમણે રૂપિયા ભરેલી લાવારિસ બેગ મળતા જ તુરંત ડિપાર્મેન્ટ ઓફિસરને આ અંગે જાણ કરી જેથી બેગના સાચા માલિક સુધી પહોંચી શકાય.

 

કોન્સ્ટેબલ નીલાંબર સિંહાની આ ઇમાનદારીના દરેક જગ્યાએ વખાણ થઇ રહ્યા છે. તેમણે આટલા બધા રૂપિયા જોઈને લલચાવાને બદલે ઈમાનદારી દેખાડી અને આ બેગ ડિપાર્મેન્ટને સોંપી દીધી. તેમના આ કામ અંગે આઇપીએસ ઓફિસર સહીત તમામે ખુબ વખાણ કર્યા.

નીલાંબર સિંહા પોતાની ફરજ પર હતા આ દરમિયાન એરપોર્ટ પાસે એક લાવારિસ બેગ પડી હોવાની સૂચના તેમને મળી હતી. તેમણે જઈને જોયું તો આ બેગ 500 અને 2000 ની નોટોના બંડલથી ભરેલી હતી. તેમણે પૈસા ભરેલી આ બેગ જોઈને તુરંત જ મોટા ઓફિસરને આ અંગે જાણ કરી અને બેગ કંટ્રોલ રૂમમાં જમા કરાવીને ઈમાનદારી દાખવી.

હાલ આ લાવરીસ બેગ કોની છે તે અંગે તપાસ ચાલી રહી છે. નીલાંબર સિંહાની ઇમાનદારી અંગે કેટલાક આઈએએસ અને આઇપીએસ ઓફિસરોએ વખાણ કર્યા છે. આ અંગે પૂર્વ ડીજીપી આર કે વીજે લખે છે કે, શાબાશ નીલાંબર સિંહા, સિપાહી હોય તો તારા જેવો ઈમાનદાર. તો આ અંગે આઇપીએસ અંકિતા શર્મા લખે છે કે, તમારું અસલ ચિત્ર આ જ છે જયારે તમને કોઈ જોઈ રહ્યું ના હોય. રાયપુર પોલીસના યાતાયાત આરક્ષક નીલાંબરે 45 લાખ રૂપિયા ભરેલી બેગ સડક પર પડેલી જોઈને પોલીસ મથકમાં આપી દીધી. તેમની ઇમાનદારી અને સત્યનિષ્ઠાને સલામ છે.

નીલાંબર સિંહાના આ ઇમાનદારીભર્યા કામના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઇ રહ્યા છે. કેટલાક IAS અને IPS ઓફિસર નીલાંબરના કામના વખાણ કરી રહ્યા છે તો સોશિયલ મીડિયા પર લોકો નીલાંબરની ઈમાનદારી પર તેમને સેલ્યુટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આજના સમયમાં પણ આવા ઈમાનદાર લોકો છે.

Leave a Reply

Your email address will not be published.