અમેરિકા બાદ કેનેડામાં પણ કલ્ચર, જાહેરમાં ભયાનક ફાયરિંગમાં ટપોટપ આટલા લોકોના મોત

World

ભારતીય પ્રાંતના ઘણા લોકો કેનેડામાં રહે છે. ઉપરાંત ઘણા બધા લોકો હાલ વિદેશ જવાની ધૂનમાં છે. ત્યારે વિદેશ જવાનો શોખ રાખતા દરેક લોકો માટે હાલ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં ફાયરિંગની ઘટના સામે આવી હતી જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે હવે આવો જ કિસ્સો કેનેડામાંથી સામે આવ્યો છે જેથી વિદેશમાં રહેતા ભારતીયોના કાળજા પણ ફફડવા લાગ્યા છે.

કેનેડામાં ભારતના ઘણા લોકો રહે છે. ઘણા બધા ગુજરાતીઓ પણ કેનેડામાં રહે છે ત્યારે કેનેડામાં ભયાનક ગોળીબાર થતા ભારતીયોના જીવ તાળવે ચોંટી ગયા છે. ઘટના અંગે કેનેડિયન પોલીસે જણાવ્યુ છે કે વાનકુવરના ઉપનગરમાં એક સામુહિક ગોળીબારની જાણ કરવામાં આવી છે અને એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર બ્રિટિશ કોલંબિયા પ્રાંતના લેંગ્લીના વ્યસ્ત વિસ્તારમાં ગોળીબારની ઘટના બની છે.

કેનેડામાં હાલ ભયંકર ગોળીબારની ઘટના સામે આવી છે. ત્યારે કેનેડિયન પોલીસે સોમવારે સવારે 6:30 વાગ્યે ચેતવણી જાહેર કરતા બ્રિટિશ કોલંબિયા પ્રાંતના લેંગ્લીના વ્યસ્ત વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપી છે. પોલીસે આ વિસ્તાર તરફ જતા રસ્તાનો મોટો ભાગ બંધ કરી દીધો છે આ સાથે જ એવું પણ જણાવ્યુ છે કે એક શંકાસ્પદને કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો છે.

કેનેડાના જે વિસ્તારમાં ફાયરિંગ થયું છે તે વાનકુવરથી 48 કિલોમીટરના અંતરે દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. આ ઘટનામાં શંકાસ્પદ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે તો આ અંગે પોલીસે જણાવ્યુ છે કે ઘટનામાં એક જ વ્યક્તિ સંડોવાયેલ છે કે અન્ય લોકો પણ છે તેની હાલ તાપસ ચાલી રહી છે.

ફાયરિંગ થતા જાનહાની અંગે હજુ કોઈ માહિતી સામે આવ્યું નથી પરંતુ પોલીસે લોકોને સતર્ક કર્યા છે. લોકોને પાર્કિંગ લોટ, બસ સ્ટોપ, કેસિનો અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટનામાં મૃત્યુઆંક હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવ્યો પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે.

રોઈટર્સના જણાવ્યા અનુસાર આ ભયાનક ફાયરિંગમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટનામાં શંકાસ્પદ એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલુ છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગના જણાવ્યા અનુસાર જે લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો તે લોકો બેઘર હતા. તો પોલીસે જણવ્યું છે કે હુમલો સુનિયોજિત હતો.

ઘટનામાં સંડોવાયેલા એકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ભયંકર ગોળીબારમાં માત્ર એક જ વ્યક્તિ શામેલ છે કે અન્ય લોકો પણ હતા તેની તાપસ ચાલી રહી છે. કેનેડામાં ફાયરિંગ થવાને ભારતીયોના જીવ તાળવે ચોંટી ગયા છે. આ ઘટનામાં જાનહાની અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published.