બોટાદના લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે જલ્દી જ લઠ્ઠાકાંડનું સાચું કારણ સામે આવશે

Gujarat

બોટાદનાં બરવાળા અને અમદાવાદના ધંધુકામા બનેલી લઠ્ઠાકાંડની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. હજુ પણ આ ઘટનામા મોતનો આંકડો સતત વધતો જાય છે. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સરકાર અને પોલીસતંત્ર સફાળું થયું છે. રાજ્યમા આ લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ દ્વારા ત્વરિત એક્શન લેવામાં આવી છે.

લઠ્ઠાકાંડની ઘટનાની તપાસ માટે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં એસઆઈટી એટલે કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ સિવાય FSL ની પણ મદદ લેવામાં આવશે. એફએસએલના રિપોર્ટ બાદ આ અંગે વધુ ખુલાસો થઇ શકે તેવી શક્યતાઓ છે.

બોટાદના રોજિદ ગામે બનેલી લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે. આ બાબતે વધુ તપાસ માટે ભાવનગરથી ડોક્ટરની ટિમ બોટાદના રોજિદ ગામે પહોંચી હતી. ઉપરાંત ભાવનગરથી આઇજી, એલસીબી અને એસઓજીની ટિમ પણ બોટાદના રોજિદ ગામે પહોંચી હતી.

આ અંગે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે મુખ્ય આરોપી સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published.