આઈએએસ ઓફિસર બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપવી પડે છે. upsc દેશની સૌથી કઠિન પરીક્ષામાંથી એક છે. જેમાં સફળ થવા માટે ખુબ મહેનત કરવી પદેવ છે. દર વર્ષે લખો લોકો યુપીએસસીની પરીક્ષા આપે છે અને આઈએએસ બનવાના સપના જુએ છે. પરંતુ આ પરીક્ષામાં ખુબ ઓછા લોકો સફળ થાય છે. ત્યારે આજે અમે તમને એક એવા આઈએએસ ઓફિસર વિશે જણાવીશું જેમણે 5-5 વાર નાપાસ થવા છતાંપણ હાર માની નહીં અને છઠ્ઠા પ્રયાસે સફળતા મેળવીને આઈએએસ ઓફિસર બન્યા.
અમે વાત કરી રહ્યા છીએ આઈએએસ ઓફિસર નમિતા શર્માની કે જેમણે પાંચ પાંચ વાર નાપાસ થવા છતાં હાર માની નહીં અને છઠ્ઠા પ્રયાસે શાનદાર સફળતા મેળવીને IAS ઓફિસર બનવાનું પોતાનું સપનું સાકર કર્યું. નમિતા શર્મા દિલ્હીના રહેવાસી છે. તેમના પિતા દિલ્હી પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર છે અને માતા ગૃહિણી છે.
નમિતાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાં થયું છે. ત્યારબાદ તેમને દિલ્હીની આઈપી યુનિવર્સીટીમાંથી બીટેક પૂર્ણ કર્યું અને એન્જીનીયરીંગની પદવી મેળવી. નમિતાને કેમ્પસ સિલેક્શનમાં જ નોકરી મળી ગઈ હતી. પરંતુ તે આ નોકરીથી સંતુષ્ટ ન્હોતા. જેથી તેમણે બે વર્ષ કામ કર્યા બાદ નોકરી છોડી દીધી અને યુપીએસસીની પરીક્ષા આપવાનું મન બનાવી લીધું.
નમિતાએ પરીક્ષાની તૈયારી કરી અને પરીક્ષા આપી પરંતુ પ્રથમ ચાર પ્રયાસમાં તેઓ અસફળ રહ્યા. ત્યારબાદ તેઓ હિંમત હાર્યા નહીં અને પાંચમી વાર પરીક્ષા આપી આ વખતે તેઓ ઇન્ટરવ્યુના રાઉન્ડ સુધી પહોંચી ગયા પરંતુ લિસ્ટમાં તેમનું નામ આવ્યું નહીં. કેટલીકવાર લોકો વરંવાર અસફળ થવાથી આશા છોડી દે છે પરંતુ નમિતા શર્મા હિંમત હાર્યા નહીં અને તેમણે છઠ્ઠી વાર પુરા જુસ્સા સાથે યુપીએસસીની પરીક્ષા આપી અને આ વખતે તેમણે ઓલ ઇન્ડિયા રેન્ક 145 સાથે સફળતા પ્રાપ્ત કરી.
કહેવાય છે ને કે નિષ્ફ્ળતા એ સફળતાનો જ એક ભાગ છે તેવું જ થયું. નમિતા નિષ્ફળતાથી ડર્યા નહીં અને વારંવાર પ્રયાસ કરતા રહ્યા જેના ફળ સ્વરૂપે તેમને દેશની સૌથી કઠિન પરીક્ષામાં શાનદાર જીત મળી. નમિતાએ આઈએએસ ઓફિસર બનીને પોતનું સપનું તો સાકાર કર્યું જ પરંતુ સાથે સાથે માતા પિતાનું નામ પણ રોશન કર્યું. નમિતા શર્મા આજે દેશની દરેક દીકરીઓ માટે પ્રેરણારૂપ છે.