અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે

Weather

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 69 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નદી નળ છલકાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. બસ ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં જ સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈને આગાહી કરી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્ય ભરમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક અઠિવાડીયા બાદ ચોમાસુ ફરીથી સક્રિય થશે. તો આ સાથે જે તેમણે 2 થી 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આજે મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, છોટાઉદેપુર, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.

જુલાઈ મહિનામાં રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ વરસ્યો હતો જેને પગલે નદી નાળા છલકાઈ ગયા છે તો કેટલાક ડેમ હાઇએલર્ટ પર મુકાયા છે ત્યારે અંબાલાલ પટેલે હજુપણ ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published.