બોટાદ લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગ એક્શન મોડમાં, 2 SP ની બદલી DySP ઇન્સ્પેકટર સહીત 8 ઓફિસરો સસ્પેન્ડ

Gujarat

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. ત્યારે હવે સરકાર એક્શન મોડમાં આવી છે. ગૃહવિભાગ દ્વારા બોટાદ કેમિકલકાંડમાં 2 PSI અને 6 પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે પી જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. તો બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી કરવામાં આવી છે.

બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે 50 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. સૌપ્રથમ 25 જુલાઈના રોજ બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થતા મૃત્યુઆંક ૫૫ સુધી પહોંચજી ગયો હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જેથી અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે.

લઠ્ઠાકાંડને કારણે કેટલાય પરિવાર નોંધારા થયા છે. કોઈએ પતિ, કોઈએ પિતા તો કોઈએ પુત્ર ગુમાવ્યા છે. કેટલાક ઘરમાંથી તો એકસાથે બે બે અર્થી ઉઠી છે. અનેક પરિવારો રઝળી પડ્યા છે. જેમાં સૌથી વધુ મોત બરવાળાના રોજિદ ગામમાં થયા છે. લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 57 સુધી પહોંચી ગયો છે જેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. ત્યારે 97 લોકો હજુપણ સારવાર હેઠળ છે.

બોટાદ લઠ્ઠાકાંડને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બોટાદના SP કરણરાજ વાઘેલા તથા અમદાવાદના ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. તો DySP અને ઇન્સ્પેકટર સહીત 8 ઓફિસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ એક્શનમાં આવી હતી. આ સાથે જ DySPની અધ્યક્ષતામાં SIT એટલે કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.

Leave a Reply

Your email address will not be published.