અંબાલાલ પટેલની વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને આગાહી, આ તારીખથી વરસાદ તૂટી પડશે

Weather

રાજ્યમાં સારો વરસાદ વરસ્યા બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 69.75 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ભારે વરસાદ બાદ હાલ રાજ્યમાં તડકો પડી રહ્યો છે તો આ સાથે જ બફારાના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં સારો વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમા અત્યાર સુધીમાં અતિભારે વરસાદ વરસ્યો છે તો સતત વરસાદે વરસવાને કારણે પાકને પણ નુકસાન થઇ શકે છે જેથી ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે કે વરસાદ થોડો સમય વિરામ લે કારણે કે પાક માટે ઉઘાડ પણ જરૂરી હોય છે.

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરી વરસાદના આગમનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 28 જુલાઈથી વરસાદનું જોર ઘટ્યું છે જો કે આ દરમિયાન વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે. આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ પણ મહત્વની આગાહી કરી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે વરસાદનું પ્રમાણ ઘટતા ગરમી અને બફારામાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો નોંધાશે. તો તાપમાન વધીને 34 ડિગ્રી સુધી પણ જઇ શકે છે. જે બાદ બીજી ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ અંગે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા આનુસાર હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે જેથી ઉઘાડ રહેશે પરંતુ 4 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. વરસાદના ત્રીજા રાઉન્ડમાં 4 થી 10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં જુલાઈ મહિનામાં શરૂઆતમાં સારો વરસાદ વરસ્યા બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા 4 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે જે બાદ રાજ્યભરમાં સારો વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published.