બેંકની ભૂલથી એમ્બ્રોડરીના વેપારીના ખાતામાં કરોડો રૂપિયા આવી ગયા, વેપારીએ હોશિયારીથી તે પૈસામાંથી 5 લાખ કમાઈ લીધા

Gujarat

આપણી સામે ઘણીવાર એવા કિસ્સા આવતા હોય છે ભૂલથી કોઈ બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઇ જતા હોય છે. પરંતુ તે નાની રકમ હોય છે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બેંકની ભૂલથી એમ્બ્રોડરી વેપારીના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા. ત્યારબાદ વેપારીએ પોતાની બુદ્ધિમતાથી એવું કામ કર્યું કે તે પૈસામાંથી માત્ર અડધી કલાકમાં 5 લાખ રૂપિયા કમાઈ લીધા.

આ કિસ્સા વિશે જાણીને તમે એવું જ કહેશો કે નસીબદાર હોય તેની સાથે જ આવું થાય. આ એક સત્ય બનાવ છે. અમદાવાદના બાપુનગરમાં એમ્બ્રોડરીનો વેપાર કરતા વેપારીના ખાતામાં બેંકે ભૂલથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા જેના લીધે વેપારીને આંખના પલકારામાં પાંચ લાખનો ફાયદો થયો.

વેપારી આ ઘટના વિશે વાત કરે છે પોતાને લોટરી લાગી ગઈ હોય તેવું અનુભવી રહ્યા છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ એમ્બ્રોડરીના વેપારી છે. તેઓ શેર બજારમાં પણ ટ્રેડિંગ કરે છે પરંતુ તે શેર બજારમાં ઓછા પૈસાનું રોકાણ કરે છે ત્યારે આ ઘટનાને પગલે તેમને બગાસું ખાતા પતાસું મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

હકીકતમાં ખાનગીબેંકની શેર ટ્રેડિંગ એપમાં ટેક્નિકલ એરર એ આ વેપારીને માત્ર અડધો કલાકમાં 5 લાખ કમાઈ આપ્યા હતા. બેંકની ટેક્નિકલ એરરના કારણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા આ વેપારીના ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ ગયા હતા. જમા થયેલ ફંડના આ વેપારીએ આ રૂપિયાનું શેર ખરીદી ટ્રેડિંગ કરી નાખ્યું.

અડધા કલાક બાદ બેંકની ટેક્નિકલ એરર સોલ્વ થતા વેપારીએ પોતે કરેલા ટ્રેડિંગના શેર વેચીને બેન્કને રકમ પરત કરી દીધી. પરંતુ ત્યાં સુધીમાં એમ્બ્રોડરીના વેપારી રમેશભાઈ શેર બજારમાંથી 5 લખ 43 હાજર કમાઈ લીધા. તેમણે બેન્કના પૈસા તો જમા કરી દીધા. પરંતુ માત્તર અડધી કલાકમાં તેમને લાખો રૂપિયાનો નફો થઇ ગયો.

રમેશભાઈએ જણાવ્યું કે તેઓ એમ્બ્રોડરીના બિઝનેસ સાથે શેર બજારમાં પણ ટ્રેડિંગ કરે છે. પરંતુ તેઓ શેર બજારમાં 25 હજાર જેટલું જ ટ્રેડિંગ કરે છે તેનાથી વધુ નથી કરતા. તેઓ શેર ટ્રેડિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના એકાઉન્ટમાં અચાનકથી કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થઇ ગયું.જેથી તેમણે તેમાંથી અંદાજે 2 કરોડ રૂપિયાના શેર ખરીદી લીધા.

આ પૈડાં બેંકની ટેક્નિકલ એરરને કારણે જમા થઇ ગયા હતા. એટલે થોડીવારમાં જ એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો અને મેસેજ જોઈ રમેશભાઈએ જે ટ્રેડિંગ કર્યું હતું તે શેર સેલ કરી દીધા. પરંતુ તે અડધો કલાકની શેર લે વેચમાં તેઓને 5 લાખ 43 હજાર જેટલો નફો થઈ ગયો. જેથી તેઓ પોતાને નસીબદાર માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.