સુરતના કામરેઝમાં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, ગંભીર રીતે ઘાયલ થયેલા 3 લોકોને સ્મીમેરમાં ખસેડાયા

Gujarat

ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. જેમાં કેટલીકવાર લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. હાલ સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના કામરેજ વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ થતા 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઇજાગ્રસ્તને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતના કામરેજ વિસ્તારમાંથી ગેસની બોટલમાં બ્લાસ્ટ થવાની ઘટના હાલ સામે આવી છે. કામરેજ વિસ્તારમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તો ઘટનાને પગલે ત્રણ લોકોને ગંભીર ઇજા થઈ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હાલ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

રાજ્યભરમાંથી અવાર નવાર ગેસની બોટલમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં કેટલીકવાર લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે હાલ સુરતના કામરેજ બ્રિજની નીચે ગેસની બોટલ બ્લાસ્ટ થઇ છે. ઘટનાને પગલે ત્યાં રહેલા મોહનભાઇ ભટ્ટી, શોભ ગુજ્જર અને અશોક આદિવાસી આ ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

સુરતના કામરેજમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાંથી લોકો એકઠા થઇ ગયા હતા ત્યારે ગેસની બોટલમાં કયા કારણોસર બ્લાસ્ટ થયો તે હજુ જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published.