હવામાન વિભાગની મહત્વની આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ નહીં પડે ફટાફટ જાણી લ્યો ..

Weather

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યા બાદ ચોમાસુ ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. રાજ્યના અનેક ભાગોમાં સતત વરસાદ વરસ્યા બાદ હવે ઉઘાડની સ્થિતિ સર્જાઈ છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુપણ છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હજુ આ અઠવાડિયે છુટોછવાયો વરસાદ રહેશે જે બાદ વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ હવે ઉત્તર પૂર્વના રાજ્યો સુધી પહોંચી ગયું છે. પશ્ચિમના ભગો તરફ હવે વરસાદની અસર નબળી પડી રહી છે. જેથી ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદ ઓછો થઇ રહ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આ અઠવાડિયે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉધાડ રહેશે જે બાદ વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના વેધર બુલેટિન અનુસાર રાજ્યના નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, દીવ, તો બીજી તરફ વડોદરા, ખેડા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં આગામી બે થી ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવના નહિવત છે. એટલે કે આ વિસ્તારોમાં ઉઘાડ રહેશે પરંતુ ક્યાંક કોઈ ભાગમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે જણાવ્યું છે કે 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આ જિલ્લાઓના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં આગામી 3 ઓગસ્ટ સુધી સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારિકા, ગીર સોમનાથ અને કચ્છના અંતરિયાળ ભાગોમાં છુટોછવાયો વરસાદ વરસે તેવી શક્યતા છે. જો કે ત્યારબાદ રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે.

હવામાન વિભગના આંકડાકીય મોડેલ પ્રમાણે રાજ્યમાં 5 ઓગસ્ટથી ફરી વરસાદની સંભાવના છે. જો બંગાળની ખાડીમાં સર્જાતું લો પ્રેશર આગળ વધીને રાજસ્થાન અને ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ થશે. જો કે વરસાદ કેવો થશે તેનો આધાર બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કેટલી મજબૂત થશે તેના પર રહેશે. જો આ સિસ્ટમ વધુ મજબૂત થશે અને તેનો રૂટ ગુજરાત તરફ રહેશે તો રાજ્યમાં ફરી ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.