જાણીતા લોકસાહિત્યકાર માયાભાઇ આહિરના ઘરે માતમ છવાયો, માયાભાઈના પિતા વીરા આતાનું 103 વર્ષની ઉંમરે નિધન

Gujarat

ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઇ આહીરને સૌ કોઈ જાણે છે. માયાભાઈએ લોકોના દિલમાં એક વિશેષ જગ્યા બનાવી છે. નાનાથી લઈને મોટા સૌ કોઈ માયાભાઇ આહીરને ઓળખે છે. ત્યારે હાલ ગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઇ આહિરના ઘરે એક દુઃખદ ઘટના બની છે જેના કારણે પરિવારમાં માતમ છવાયો છે.

તમને જાણીને ખુબજ દુઃખ થશે માયાભાઇ આહિરના પિતાશ્રી વીરા આતાજીનું 103 વર્ષની ઉંમરે નિધન થયું છે. જેના કારણે તેમના હસતા ખેલાતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. માયાભાઇ આહિરના પિતાશ્રી વીરા આતાજીનું આજે અવસાન થયું છે. આ સમાચાર સાંભળીને માયાભાઇ આહિરના ચાહકોમાં માતમ છવાયો છે.

ગુજરાતના જાણીતા અને ખુબજ પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઇ આહિરના પિતાશ્રીનું અવસાન થતા લોકસાહિત્ય કલાકારોની દુનિયામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. માયાભાઇ આહિરના પિતાશ્રીનું 30 જુલાઈના રોજ અવસાન થયું છે. માયાભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી પિતાશ્રીના મૃત્યુ અંગેના સમાચાર આપ્યા હતા.

માયાભાઇ આહિરના પિતાશ્રી વીરા આતાનું 103 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તારીખ 30 જુલાઈ 2022 ના રોજ તેઓ સ્વર્ગવાસ થયા છે. ત્યારે આજે 8 વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળી છે. માયાભાઈના પિતાશ્રીના નિધનના સમાચાર સાંભળીને તેમના ચાહકો દુઃખી થયા છે. તેમની અંતિમયાત્રમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર માયાભાઇ આહિરે રાત દિવસ મહેનત કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે આ સાથે જ તેમણે લોકોના દિલમાં એક વિશેષ જગ્યા બનાવી છે. માયાભાઇ આહીરની જીવનની સફળતા અને નિષ્ફ્ળતામાં તેમના પિતાશ્રી વીરા આતાજી સાક્ષી રહ્યા છે. ત્યારે માયાભાઈના પિતાજીએ 103 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.

માયાભાઇ આહિરના પિતાશ્રીના આવસાનના સમાચારથી લોકસાહિત્ય કલાકારોની દુનિયામાં પણ શોકનો માહોલ છવાયો છે. માયાભાઇ આહિરના ચાહકો વીરા આપાના અવસાન પર સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ માયાભાઇ આહિરના પિતાના અવસાન પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published.