રાજ્યભરમાં ઘણી બધી સરકારી શાળાઓ છે. જેમાંથી હાલ અમરેલીમાં બનેલી સરકારી શાળાની ખુબ ચર્ચાઓ થઇ રહી છે. આ શાળા અમરેલીના જાળિયામાં છે. જ્યાં શિક્ષકો દ્વારા આવકનો સ્ત્રોત ઉભો કરીને આજની દુનિયા સાથે કદમ મિલાવવા માટે શાળાને સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે. અમરેલીની આ સરકારી શાળા દિલ્હીની સ્કૂલને પણ ટક્કર મારે તેવી છે.
અત્યારના આધુનિક યુગમાં ટેક્નોલોજી સાથે કદમે કદમ મિલાવીને ચાલવું ખુબજ જરૂરી છે. આ સદીમાં આધિનિક રીતે કોપ્યુટર, ટેબલેટ અને ડિજિટલ બોર્ડ સાથે શિક્ષણ આપવામાં આવે છે આ સાથે જ બાળકોને વધારે સારી રીતે સમજાવવા માટે વિડિયોનો ઉપયોગ થાય છે. આધુનિક પદ્ધતિથી અભ્યાસ કરવાનું બાળકોને પણ ગમે છે.
અમરેલી જિલ્લામાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓના ખસ્તાહાલ છે. આ શાળાઓમાં બ્લેકબોર્ડ દ્વારા તથા વાંચી લખીને ભણાવવામાં આવે છે. ત્યારે અમરેલીના જાળીયા ગામમાં આવેલી સરકારી શાળાના શિક્ષકોએ પોતાની મહેનતથી આ શાળાને જૂની શાળામાંથી આધુનિક શાળા બનાવી છે જેના હાલ દરેક જગ્યાએ વખાણ થઇ રહ્યા છે.
શાળાના આચાર્ય આશિષભાઇ મહેતા છે. તેમણે ચાર્જ સાંભળ્યા બાદ બાબા આદમ વખતની પદ્ધતિથી ચાલતી આ શાળાની કાયાપલટ કરી છે. 125 વર્ષ જૂની આ શાળા આધુનિક સાધનો અને આધુનિક પદ્ધતિથી ચાલે છે. ત્યારે આ શાળા હવે સ્માર્ટ સ્કૂલ બની ગઈ છે. આ શાળામાં ડિજિટલ બોર્ડ છે જેમાં વિડીયો અને ઓડિયો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
અમરેલી જિલ્લાની આ શાળા પાસે ખર્ચ માટે પોતાની 10 વિધા જમીન પણ છે. જેમાં ખેતી કરીને શાળાના ખર્ચની જોગવાઈ કરાઈ છે. જાળીયાની આ શાળામાં ઘણી બધી સવલતો છે. આ શાળામાં ડિજિટલ બોર્ડ છે. જેની મદદથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે છે. આ ઉપરાંત શાળામાં 20 કોમ્પ્યુટર સાથેની લેબ પણ છે જેથી બાળકોનું કમ્પ્યુર વિશેનું જ્ઞાન પણ વધે.
શાળામાં એક મોટી લાઈબ્રેરી છે તો દરેક ક્લાસમાં પણ લાઈબ્રેરી છે. આ શાળામાં ઘણી બધી સવલતો છે. જેમકે ડિજિટલ ક્લાસ, થ્રિડી થિયેટર, સાયન્સ લેબમાં વિજ્ઞાનનું પ્રેક્ટિકલ શિક્ષણ, પાણીના સંગ્રહ માટે શાળામાં 22 હજાર લિટરનો ભૂગર્ભ ટાંકો પણ છે. આ ઉપરાંત હાજરી પૂરતી વખતર બાળકોને યસ સર બોલવાનું પણ નહીં આ માટે સ્પેશ્યલ થમ્બ હાજરી મશીન છે જેનાથી હાજરી પુરાય જાય. આ સાથે જ શાળા પાસે કાર્યક્રમનું આયોજન કરવા માટે કોમ્યુનિટી હોલ પણ છે.
અમરેલીના જાળીયા ગામની આ શાળા 125 વર્ષ જૂની છે. આ શાળાને ગુણોત્સવમાં ડી ગ્રેડ મળતા શિક્ષાઓએ શાળાની કાયાપલટ કરવાનું નક્કી કરી લીધું હતું. ડી ગ્રેડ મળતાની સાથે જ શાળાના વિકાસના કાર્યો શરૂ કરાયા અને આજે આ એ ગ્રેડ સાથે જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની આદર્શ સરકારી શાળા બની ગઈ. આ શાળાની દરેક જગ્યાએ ચર્ચાઓ ચાલી રહી છે.