રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી, આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે

Weather

રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યા બાદ હવે ઉઘાડ થયો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે હવે ફરી વરસાદની સિસ્ટમ બંધાઈ રહી છે જેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગઈકાલે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જુલાઈ મહિનામાં ભારે વરસાદ વરસવાને કારણે કેટલાક ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે તો નર્મદા ડેમની સપાટી પણ 131 મીટરે પહોંચી ગઈ છે.

મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેથી લોકોને ભારે ગરમી માંથી રાહત મળી હતી. ત્યારે હજુ પણ આગામી 48 કલાક દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જો કે આગામી પાંચ દિવસ રાજ્યમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

નિંધીની છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા વરસાદ થયો છે. સાથે સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 56.86% વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યના 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં 70% વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસવાને કારણે નવા નીર આવ્યા છે જેથી પાણીની તંગી દૂર થઈ છે, તો ખેડૂતોને પણ ખેતી માટે પાણીની ઘાત ટળી છે. રાજ્યમાં હાલ 90 થી 100 ટકા ડેમ ભરાયેલા છે. અત્યાર સુધીમાં ભારે વરસાદને કારણે 55 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. ત્યારે હવે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published.