આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ભુક્કા બોલાવશે, વરસાદના બે મોટા રાઉન્ડ માટે ખેડૂતો તૈયાર થઇ જાવ

Weather

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઉધાડ થયો છે. મેઘરાજાએ હાલ વિરામ લીધો છે ત્યારે માત્ર ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસ્યા બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે . જેમાં કેવો વરસાદ થશે તે અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જો કે મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝપડા પડે તેવી સંભાવના છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટોછવાયો વરસાદ રહેશે. આ સાથે જ અમદાવદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જો કે હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદે અંગે ફરી એકવાર મહત્વની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 4 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. નક્ષત્રની વાત કરવામાં આવે તો 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્ર શરૂ થશે જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે રાજ્યમાં 4 થી 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદના ત્રીજા રાઉન્ડમાં સારો વરસાદ વરસે તેવી સંભવના છે.

નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમા સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 80 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા અને મધ્ય ગુજરાતમાં 61 ટકા વરસાદ વરસ્યો છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં સારો વરસાદ વરસ્યા બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવે ઓગસ્ટ મહિનામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.