ભુક્કા બોલાવે તેવા વરસાદની આગાહી, ગુજરાતમાં આ જિલ્લાઓમા ફરી વરસાદ પડશે

Weather

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. કેટલીક જગ્યાએ તો વરસાદે ભારે તારાજી સર્જી હતી. જો કે અત્યારે વરાપ નીકળી રહી છે. રાજ્યમાં ઠેક ઠેકાણે તડકો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને એક મહત્વની આગાહી કરવામાં આવી છે. એક તરફ ભારે તડકો અને અસહ્ય ગરમી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્બારા સુરેન્દ્રનગર, ભરૂચ, આણંદ, નર્મદા, ભાવનગર અને બોટાદમાં સૂકું વાતાવરણ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. જયારે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ અને સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે જ હળવો વરસાદ વરસે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82 ટકા, ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 61 ટકા અને સૌરાષ્ટમાં 62 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 55 ડેમ હાઇએલર્ટ પર મુકાયા છે.

જુલાઈ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 251 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં 31 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. તો 84 તાલુકામાં 20 થી 40 ઇંચ અને 100 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ વરસ્યો છે. જુલાઈ મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તારાજી સર્જી હતી.

હવામાન વિભાગ દ્વારા વરસાદના બીજા રાઉન્ડમાં અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તો વડોદરા, સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં વરસાદના રાઉન્ડમાં સારો વરસાદ વરસ્યા બાદ હવે ત્રીજા રાઇન્ડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.