પહેલા ધોરણની બાળકીએ પીએમ મોદીન પત્ર લખ્યો, મારી પેન્સિલ અને મેગી આટલી મોંઘી કેમ થઇ ગઈ

India

મોંઘવારીથી બધાં લોકો કંટાળી ગયા છે. મોંઘવારીએ મોટાથી લઇને બાળકોની કમર તોડી નાખી છે. મોંઘવારી એ હદે વકરી છે કે દરેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે. ખાવા-પીવાથી લઈને ભણવા માટેની વસ્તુઓ પણ મોંઘી થઈ છે. ત્યારે દેશની 6 વર્ષની એક બાળકી મોંઘવારીથી પરેશાન થઇ ગઈ છે. આ બાળકીએ મોંઘવારીની ફરિયાદ કરવા પી.એમ મોદીને પત્ર લખ્યો છે.

6 साल की बच्ची ने पीएम मोदी पत्र लिखा, पेंसिल, मैगी महंगी होने की शिकायत

નાનકડી એવી માસુમ બાળકીએ પોતાની કાલીઘેલી ભાષામાં પત્રમાં પીએમ મોદીને મોંઘવારી વધારવા પર સવાલો કર્યા હતા. આ બાળકી યુપીના કન્નૌજ જિલ્લાના છિબરામઉ કસ્બાની છે. બાળકીનું નામ કૃતિ દુબે છે. જેણે મોંઘવારીના કારણે થઈ રહેલી સમસ્યાઓ અંગે પીએમ મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

મોંઘવારી વધવાને કારણે પીએમ મોદીને પત્ર લખનાર આ બાળકી માત્ર 6 વર્ષની છે. બાળકી હજુ તો પહેલા ધોરણમાં જ ભણે છે. હાલમાં જ પુસ્તકો, નોટ, રબર અને પેન્સિલ મોંઘા થયા છે. જેનાથી પરેશાન થઈને માસુમ કૃતિએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને પોતાના મનની વાત કરી અને મમ્મીના ગુસ્સા વિશે પણ જણાવ્યું છે.

બાળકીએ લખેલા આ પત્રને તેના પરિવાર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે ખૂબ જ વાયરલ થયો છે. કૃતિના પિતા વિશાલ દુબે એક વકીલ છે. કૃતિ દ્વારા લખવામાં આવેલી ચાર લાઈનના કારણે તેઓ યુપીમાં ચર્ચિત બન્યા છે. તો આ બાળકીનો પીએમને લખેલો પત્ર દેશભરમાં વાયરલ થઇ રહ્યો છે.

पेंसिल-इरेजर और मैगी महंगी होने की पीएम मोदी से शिकायत, 6 साल की बच्ची ने लिखा पत्र

કૃતિ દુબેએ વડાપ્રધાનને હિંદી ભાષામાં પત્રમાં પોતાની વાત વ્યક્ત કરતાં કહ્યું કે મારું નામ કૃતિ દુબે છે. હું પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. મોદીજી તમે મોંઘવારી ખૂબ વધારી દીધી છે. મારી પેન્સિલ અને ઈરેઝર પણ મોંઘા થઈ ગયા છે અને મેગીની કિંમત પણ વધી ગઈ છે. હવે મારી મમ્મી મને પેન્સિલ માંગવા બદલ માર મારે છે. હું શું કરૂં? બીજા બાળકો મારી પેન્સિલ ચોરી લે છે.

પહેલા ધોરણમાં ભણતી આ બાળકીએ પીએમ મોદીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. બાળકીએ પોતાના ઈરેઝર, પેન્સિલ અને તેની ફેવરિટ મેગી મોંઘી થવા પર પીએમ મોદીને પત્ર લખ્યો છે. માત્ર એટલું જ નથી પરંતુ આ સાથે જ કેટલાક સવાલો પણ કર્યો અને પોતાની કાલાઘેલી ભાષામા કેટલીક ફરિયાદ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published.