સુરતના સરથાણામા પાટીદારની 300 દીકરીઓ લવ જેહાદનો ભોગ બની, દીકરીના લગ્ન માટે માતા પિતાની સહી ફરજીયાત કરવા પાટીદાર સમાજની માંગ

Gujarat

રાજ્યમાં લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાટીદરની 300 દીકરીને લવ જેહાદના નામે ઉઠાવી ગયા છે. ત્યારે પાટીદારોની મોટી સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે પાટીદાર સમાજ જોગ સૂચક નિવેદન આપ્યું છે. તેમણે પાટીદારીની દીકરીઓને જેહાદીઓ ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે તે અંગે વાત કરી છે.

આર પી પટેલે કહ્યું કે સમાજે ચેતવાની જરૂર છે. સમાજના વડીલો ચેતી જાય નહીતો આવનારા સમયમાં મોટી તકલીફ પડી શકે છે. જો સુરતના એક જ સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારની 300 દીકરીને જેહાદી પ્રવૃત્તિ કે પછી પ્રેમજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ હોય તો સમગ્ર રાજ્યમાં શી સ્થિતિ હશે. જેથી સમાજને ચેતવાની જરૂર છે.

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે આ પહેલા પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને દીકરીઓના લગ્નમાં માતા પિતાની સહી ફરજીયાત કરવા અંગે નિવેદન આપ્યું હતું. કારણ કે જો કોઈપણ દીકરીના લગ્નમાં માતા અથવા પિતાની સહી ફરજીયાત હોય તો અન્ય સમાજના કે અન્ય કોઈ જેહાદી દીકરીને ફોસલાવી પ્રેમ જાળમાં ફસાવી લગ્ન ન કરી જાય. સમસ્ત પાટીદાર સમાજની તમામ સંસ્થાઓની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી.

સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટીદારની 300 દીકરીઓને લવ જેહાદના મામલે ઉઠાવી ગયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે દીકરીઓના લગ્નના રજિસ્ટ્રેશનમાં જો માતા અથવા પિતાની સહી ફરજીયાત કરવામાં આવે તો પાટીદાર સમાજમાં કે અન્ય કોઈ સમાજમાં લવ જેહાદના કિસ્સાઓ બને નહીં અને દીકરીઓ લવ જેહાદનો ભોગ ના બને.

જો દીકરીઓના લગ્નના રજિસ્ટ્રેશનમાં માતા અથવા પિતાની સહી ફરજીયાત કરવામાં આવશે તો દીકરીઓને આમાંથી બચાવી શકાશે અને સાથે સાથે પોલીસ અને સરકારને પણ કામનું ભારણ ઓછું થશે. જો આવું કરવામાં આવશે તો એક સામાજિક સમરસતા તથા સામાજિક સુલેહભર્યું વાતાવરણ બની શકે છે. જેથી પાટીદાર સમાજ દ્વારા આ માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.