વિદેશ જવાવાળા ખાસ વાંચજો, IELTS માં 8 બેન્ડ મેળવીને અમેરિકા ગયેલા 4 પટેલ યુવકોએ દબોચી લીધા જાણો સમગ્ર મામલો..

World

હાલ વિદેશ જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ગુજરાત સહીત દેશ ભરના અનેક યુવાનો અભ્યાસ અને નોકરી ધંધા માટે વિદેશ ગયા છે. તો કેટલાક લોકો વિદેશ જવાના સપના જુએ છે ત્યારે હાલ આપણી સમક્ષ એક ચોંકનારો કિસ્સો આવ્યો છે. લોકોને વિદેશ જવાનું એવું ભૂત ચડી ગયું છે કે વિદેશ જવા માટે તેઓ કંઈપણ કરી શકે છે. ત્યારે હાલ મહેસાણામાંથી એક કૌભાંડ સામે આવ્યું છે.

Amerika - Wikipedia

લોકોને વિદેશ જવાની લાલસા ખુબ વધી ગઈ છે. ઘણા લોકો વિદેશ ગયા છે તો કેટલાક વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે. મહેસાણાના ચાર યુવકો પણ IELTS 8 બેન્ડ લઈને અમેરિકા ગયા હતા જેમને ત્યાં દબોચી લીધા. મહેસાણાના આ ચાર યુવકોને અંગ્રેજી ન આવડતું હોવા છતાંપણ તેમને 8 બેન્ડ સાથે કેનેડાથી અમેરિકા મોકલવામાં આવ્યા હતા.

મહેસાણાના માંકણજ, ધામણવા,રામનગર અને સંગણપુરના યુવાનોની વિદેશમાં તપાસ કરવામાં આવી હતી. આ ચારેય યુવાનોને અંગ્રેજી ન આવડતું હોવા છતાંપણ તેઓ IELTS માં 8 બેન્ડ મેળવીને કેનેડા પહોંચી ગયા હતા. હવે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે જો તેમને અંગ્રેજી ન્હોતું આવડતું તો તેમને IELTS માં કઈ રીતે આટલા બેન્ડ આવ્યા?

મહેસાણા, વિસનગર અને જોટાણા તાલુકાના આ ચાર વિદ્યાર્થીઓ IELTS માં 8 બેન્ડ મેળવીને કેનેડા પહોંચ્યા હતા. તેઓ ગત 28 એપ્રિલના રોજ અમેરિકા અને કેનેડાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીઝ નામની નદીમાં બોટ મારફતે હાડ થીજવતી ઠંડી વચ્ચે અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન બોટ પાણીમાં ડૂબવા લાગી હતી જેથી યુએસ પોલીસે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લીધા.

ત્યારબાદ આ ચારેય યુવકોને અમેરિકાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ કાર્યવાહી દરમિયાન આ યુવકો અંગ્રેજીમાં કંઈપણ બોલી શક્યા નહીં. જેથી શંકા જતા અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખી અને મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. આ ચારેય પટેલ યુવકો હતા. જેમના નામ પટેલ ધ્રુવ, પટેલ નીલ, પટેલ સાવન અને પટેલ ઉર્વીશ છે.

આ ચારેય વિદ્યાર્થીઓના પરિવારજનોને જયારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે પોતાને કંઈ જાણ ન હોવાનું કહ્યું હતું. આ વિદ્યાર્થીઓ કોર્ટમાં 10,000 કેનેડિયન ડોલર ભરીને છૂટી ગયા હતા. આ અંગે પોલીસે જણાવ્યું કે આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું અને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા પ્લાનેટ એ ડી યુ નામની સંસ્થામાંથી તેમનું એડમિશન થયું હતું.

Ielts Images – Browse 1,086 Stock Photos, Vectors, and Video | Adobe Stock

આ સંસ્થામાંથી ચારેય યુવકોને નવસારી IELTS ની પરીક્ષા આપવા માટે મોકલવામાં આવ્યા હતા. વિદેશમાં જવા માટે ઘણીવાર એજન્ટો ગેરકાયદે રીતે યુવકોને વિદેશમાં પહોંચાડે છે તેવું સાંભળ્યું છે પરંતુ પહેલીવાર એવું બન્યું કે IELTS બેન્ડમાં છેડછાડ કરીને યુવકોને વિદેશ મોકલવામાં આવ્યા. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે ત્યારે તપાસ બાદ જ જાણ થશે કે આ ઘટનામાં કોણ સંડોવાયેલા છે. ઉપરાંત આ કિસ્સામાં મોટા માથાના નામ પણ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.