આ જગ્યાએ રણ વિસ્તારમાં પ્રાચીન મંદિર મળી આવ્યું, 8000 વર્ષ જૂની સંસ્કૃતિએ પુરાતત્ત્વવિદોને પણ ચોંકાવી દીધા

Religious

દુનિયામાં ઘણાં એવા સ્થાન છે જેના અવશેષો હજારો વર્ષ બાદ મળી આવ્યા છે. એવું જ એક સ્થાન સાઉદી અરેબિયામાં મળી આવ્યું છે. સાઉદી અરેબિયામાં 8000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું છે જેમાં એક પ્રાચીન મંદિર પણ મળી આવ્યું છે. સાઉદી અરેબિયાના પુરાતત્વવિદોની એક ટીમે નવી ટેક્નોલોજી મશીનો વડે અલ-ફાના સ્થળે આ ધાર્મિક કેન્દ્રને શોધી કાઢ્યું છે.

આ સંશોધનમાં મળેલા અવશેષોને અદ્યતન અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ શોધમાં ઉચ્ચ ગુણવત્તાની એરિયલ ફોટોગ્રાફી, કંટ્રોલ પોઈન્ટ સાથેના ડ્રોન ફૂટેજ, રિમોટ સેન્સિંગ, લેસર સેન્સિંગ અને અન્ય ઘણા સર્વેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાઉદી પુરાતત્વવિદ્ ડૉ. અબ્દુલરહમાન અલ-અંસારીની આગેવાની હેઠળ અલ-ફા સાઇટનું ખોદકામ અને ફિલ્ડવર્ક કિંગ સાઉદ યુનિવર્સિટીના પ્રયાસોથી શરૂ થયું હતું જે છેલ્લા 40 વર્ષથી ચાલુ છે.

આ ઐતિહાસિક મંદિરના ઘણા શિલાલેખો રિયાધના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત દરિયાકાંઠે આવેલા એક શહેરના ખોદકામ દરમિયાન મળી આવ્યા છે. આ સ્થળેથી અલગ-અલગ સમયગાળાની 2,807 કબરો પણ મળી આવી છે. સમાધિઓ ઉપરાંત અહીં એક સુનિયોજિત શહેર વસાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. અહીં એક પ્રાચીન મંદિર પણ મળી આવ્યું છે.

આ મંદિરનું નામ તુવૈક પર્વતની બાજુમાં આવેલું પથ્થર કાપેલું મંદિર કહેવાય છે જે હવે અલ-ફાઓ તરીકે ઓળખાય છે. અલ-ફાઓ, અલ-ખલી નામના રણના કિનારા પર આવેલું હતું. તે વાડી અલ-દવાસીરથી 100 કિમી દક્ષિણે છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર અલ-ફાઓના લોકો ખૂબ જ ધાર્મિક હતા. ખોદકામમાં એક શિલાલેખ મળી આવ્યો હતો જે અલ-ફાના કાહલના દેવતાના અસ્તિત્વની પુષ્ટિ કરે છે.

સર્વેક્ષણ સ્થળ પર અનેક શોધોની સાથે સૌથી મહત્વની શોધ એ છે કે આ મંદિરને તોડી પાડવામાં આવેલા પરિસરમાંથી વેદીના ભાગોના અવશેષો પણ મળી આવ્યા છે. આ બતાવે છે કે તે સમયે અહીં એવા લોકો રહેતા હતા જેમના જીવનમાં પૂજા અને યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓનું ઘણું મહત્વ રહ્યું હશે.

અત્યાર સુધીના પરિણામો અનુસાર અલ-ફાના લોકો ખૂબ જ ધાર્મિક હતા. સર્વે દરમિયાન નહેરો, જળાશયો મળી આવ્યા છે. તેમજ વિશ્વની સૌથી સૂકી જમીન અને કઠોર રણના વાતાવરણમાં સેંકડો ખાડાઓ સહિત પ્રદેશમાં જટિલ સિંચાઈ પ્રણાલીઓ પણ મળી આવી છે. અહીં અગાઉ થયેલા સંશોધન મુજબ હજારો વર્ષો પહેલાથી આ વિસ્તારમાં મંદિર અને મૂર્તિપૂજાની સંસ્કૃતિ રહી હશે.

આ સાથે પુરાતત્વવિદોને ચાર સ્મારક ઈમારતોના પાયા પણ મળ્યા છે. આ શોધોને કારણે સિંચાઈ પ્રણાલીઓની ઓળખ થઈ છે. માનવ વસાહતમાં આશ્ચર્યજનક બાબત એ છે કે ત્યાં સેંકડો ભૂગર્ભ જળાશયો મળી આવ્યા છે એટલે કે ત્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો અને રોજીંદી કામકાજ સિવાય ખેતીના હેતુ માટે ઉપયોગ થતો હતો.

તુવૈક પર્વતની બાજુના ખડકો પર ઘણા ફોટોગ્રાફ્સ પણ બનાવવામાં આવ્યા છે જે તે સમયની પરિસ્થિતિ અને યુદ્ધો તેમજ દૈનિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપે છે. આ શોધ વાડી અલ-દાવસેરથી 100 કિમી દક્ષિણે વાડી અલ-દાવસેર અને નજરાન શહેરોને જોડતા આધુનિક રસ્તા પર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.