અમિત શાહે નરેન્દ્ર મોદીના કર્યા વખાણ, દુનિયામાં કોઈપણ સમસ્યા હોય PM મોદીના અભિપ્રાય વગર નિર્ણય લેવાતો નથી

India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે ઘણાં પ્રયાસો કર્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું સન્માન વધારીને વિશ્વ માટે ભારતને અનિવાર્ય બનાવી દીધું છે.

On Amit Shah'S Birthday, Modi Says Nation Witnessing His Dedication And  Excellence In Work Towards India'S Progress

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાનના વખાણ કરતાં કહ્યું કે, આજે દુનિયામાં કોઇ પણ સમસ્યા હોય જ્યાં સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ન આવે ત્યાં સુધી દુનિયા કોઈપણ સમસ્યા પર પોતાનો દૃષ્ટિકોણ નક્કી કરતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ સન્માનની નજરે જોઈ રહ્યું છે. 2014 અને 2022 ની વચ્ચે વડાપ્રધાન મોદીએ વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારી છે.

રાષ્ટ્રધ્વજના નિર્માતા પિંગાલી વેંકૈયાના સન્માનમાં આયોજિત તિરંગા ઉત્સવને સંબોધિત કરતા અમિત શાહે તમામ લોકોને પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને તિરંગા અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી. તેમજ અમિત શાહે લોકોને પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં તિરંગાનો ફોટો મૂકવાની પણ વિનંતી કરી હતી.

અમિત શાહે તિરંગા વિશે વાત કરતાં કહ્યું કે, આ એ જ તિરંગો છે જેની કસમ ખાઇને દેશનો સૈનિક સરહદ પર પોતાના પ્રાણની આહુતિ આપવા તૈયાર થઈ જાય છે. આ એ જ તિરંગો છે, જેને જોઈને દેશના કરોડો ખેડૂતો આખી દુનિયાનું પેટ ભરવાનો પ્રયાસ કરે છે. આ એ જ તિરંગો છે જે દેશવાસીઓના હૃદયમાં દેશના પ્રતીક તરીકે સ્થાપિત થયો છે.

Har Ghar Tiranga' campaign: Teachers asked to collect funds for flags

અમિત શાહે વધુમાં કહ્યું કે તેમનો બીજો ધ્યેય ભારતની સફળતાની ગાથાઓને દેશના દરેક લોકો સુધી પહોંચાડવાનો અને ભારતીય લોકશાહીની સફળતાને વિશ્વના દરેક ભાગમાં ફેલાવવાનો છે. ભાજપના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, ત્રીજું લક્ષ્ય દરેક ભારતીયના સામૂહિક પ્રયાસોથી 2047 સુધીમાં ભારતને વિશ્વ ગુરુ બનાવવાનું છે.

વૈશ્વિક સ્તર પર પીએમ મોદીના મહત્વની વાત કરતા અમિત શાહે કહ્યું કે, આજે દુનિયા કોઈ પણ મુદ્દા પર ત્યા સુધી નિર્ણય નથી લેતી જ્યાં સુધી PM મોદી પોતાનો મત રજૂ ન કરે. ભારતને આવી રીતે સન્માનિત જોવા માટે લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. અમિત શાહે PM ના વખાણ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.