તમે આટલો મોટો બ્લેક હોલ ક્યારેય નહીં જોયો હોય, કુવા જેવડો ખાડો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા

World

દુનિયા ભરમાંથી કેટલીકવાર માન્યમાં ન આવે એવા કિસ્સા સામે આવતા હોય છે. હાલ આપણી સમક્ષ હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને અધિકારીઓની પણ આંખો ફાટી ગઈ છે. આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. અચાનક જ કુવા જેવડો મોટો ખાડો થઇ જતા ગભરાટ ફેલાઈ ગયો છે.

ચિલીમાં અચાનક પૃથ્વીની અંદર એક 200 મીટર ઊંડો અને 25 મીટર પહોળો ખાડો બની ગયો છે. સૌ કોઈના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આ શું થયું, આ કેવી રીતે બન્યું? સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈને પણ જાનહાની કે માલહાની થઈ નથી. ચિલીના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

ચિલીની રાજધાની સેન્ટિયાગોથી 650 કિમીના અંતરે અમરિલા ટાઉન આવેલું છે. આ વિસ્તાર ખાણો માટે પ્રખ્યાત છે. શનિવારે આ જગ્યા પર અચાનક એક ખાડો બની ગયો હતો. આ ખાડો 650 ફૂટ ઊંડો અને 82 ફૂટ પહોળો છે. આ ખાડો જોઈ લોકોને નવાઈ લાગી રહી છે. આ જગ્યા લંડન માઇનિંગ નામની કેનેડિયન કંપનીના હવાલે છે. આ ખાડા પાસે એક વિશાળ અલકાપરોસા ખાણ છે.

ચિલીના અધિકારીઓ આ ઘટના પર તપાસ કરી રહ્યા છે. આ વિશાળ ખાડા વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી કે આ કેવી રીતે બન્યું? નેશનલ સર્વિસ ઑફ જીઓલોજી એન્ડ માઇનિંગના ડાયરેક્ટર ડેવિડ મોન્ટેનેગ્રોએ જણાવ્યું કે, મેં નિષ્ણાતોને ઘટના સ્થળે મોકલ્યા છે. તળિયે કોઈ સામગ્રી મળી નથી પરંતુ પાણી મોટી માત્રામાં છે.

લંડન માઇનિંગ એ પોતાની વાત રજુઆત કરતાં કહ્યું કે, આ ખાડો બનવાથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ મામલે ટેક્નિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. આ અંગે સંબંધિત સંસ્થાઓને જાણ કરવામાં આવી હતી. આ ખાડાથી સૌથી નજીકનું ઘર 600 મીટરના અંતરે હતું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ આ ખાડો હજુ પણ વધી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.