રાહુલ ગાંધીએ ભાજપ શાસિત કર્ણાટકમાં લિંગાયત સંપ્રદાયની દીક્ષા લઇ કંઠી બાંધી, ટ્વીટ કરીને માહિતી આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે..

Religious

રાહુલ ગાંધી કે જેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેમણે ગત બુધવારે ભાજપ શાસિત કર્ણાટકમાં લિંગાયત સંપ્રદાયની દીક્ષા લઇ કંઠી બાંધી છે. રાહુલ ગાંધીએ વિવિધ પક્ષના નેતાઓની હાજરીમાં મધ્ય કર્ણાટકના ચિત્રાદુર્ગા શહેરમાં મુરુગા મઠના લિંગાયત સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. લિંગાયત સંપ્રદાયની સ્થાપના 12 મી સદીમાં થઇ હતી.

Photos: કર્ણાટક પ્રવાસ પર રાહુલ ગાંધી, લિંગાયત સંપ્રદાયની દીક્ષા લીધી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વિવિધ મઠોના લિંગાયત સંતો સાથે વાતચીત કર્યા બાદ મુરુગા મઠના દ્રષ્ટા શિવમૂર્તિ મુરુગા શરણે તેમને લિંગાયત સંપ્રદાયમાં દીક્ષા આપી. કર્ણાટકમાં આગામી વર્ષે એપ્રિલ મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેઓ લિંગાયતોને તેમનો મુખ્ય મત આધાર મને છે. ત્યારે રાહુલ ગાંધીએ હાલ લિંગાયત સંપ્રદાયમાં દીક્ષા લઇ કંઠી બાંધી છે.

Photos: કર્ણાટક પ્રવાસ પર રાહુલ ગાંધી, લિંગાયત સંપ્રદાયની દીક્ષા લીધી

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપતા કહ્યું છે કે, ‘શ્રી જગદગુરુ મુરુગરાજેન્દ્ર વિદ્યાપીઠની મુલાકાત લેવી અને ડોક્ટર શ્રી શિવમૂર્તિ મુરુગ શરણરુ પાસેથી ઇષ્ટલિંગ દીક્ષા મેળવવી એ સંપૂર્ણ સમ્માનની વાત છે. ગુરુ બસવન્નાના ઉપદેશો સાશ્વત છે અને હું મઠના શરણાર્થી પાસેથી તેના વિશે વધુ જાણવા માટે આતુર છું.’

 

રાહુલ ગાંધીએ આ સાથે એવું પણ કહ્યું કે, ‘હું છેલ્લા કેટલાક સમયથી બસવન્નાજી વિશે થોડું વાંચી રહ્યો છું અને તેમને જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેથી તે મારા માટે ખરેખર સમ્માનની વાત છે.’ આ અંગે મઠના અધિકારીએ કહ્યું છે કે, ‘આ ઐતિહાસિક અવસર પર મુરુગા શરણુએ આજે મુરુગા મઠમાં રાહુલ ગાંધીને ઇષ્ટ લિંગ દીક્ષા આપી હતી.’

Photos: કર્ણાટક પ્રવાસ પર રાહુલ ગાંધી, લિંગાયત સંપ્રદાયની દીક્ષા લીધી

રાહુલ ગાંધીએ હાલમાં કર્ણાટકમાં લિંગાયત સંપ્રદાયમાં દીક્ષા લઇ કંઠી બાંધી છે. લિંગાયત સંપ્રદાયની સ્થાપના 12 મી સદીમાં સમાજ સુધારક અને કવિ બસવેશ્વરા દ્વારા કરવામાં આવી હતી. કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં આ સંપ્રદાયના અનુયાયીઓ છે. કર્ણાટકના ઉત્તર ભાગમાં મુખ્યત્વે લિંગાયત સંપ્રદાયનું વર્ચસ્વ છે. ત્યારે રાહુલ ગાંધીએ હાલમાં લિંગાયત સંપ્રદાયમાં દીક્ષા લીધી છે.

Leave a Reply

Your email address will not be published.