લોકોના તહેવારો હવે સુધરી જશે, સરકાર લોકોને એક લીટર સીંગતેલ ફક્ત આટલા રૂપિયામાં આપશે

Gujarat

મોંઘવારીએ માજા મૂકી છે. દિવસેને દિવસે જ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ તથા પેટ્રોલ ડીઝલમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને મોંઘવારીનો ભારે ફટકો લાગ્યો છે. આ દરમિયાન હાલ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેથી લોકોના તહેવાર સુધરી જશે. ગુજરાત સરકારે તહેવારોમાં ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારે રાશનકાર્ડ ધારકોને ડબલ ફીલ્ટર્ડ સીંગતેલ રાહત દરે આપવાનો નિર્ણય લીધો છે. જે સીંગતેલ બજારમાં પ્રતિ લીટર 200 રૂપિયાની આસપાસ મળી રહે છે તે સિંગતેલ સાતમ આઠમ અને દિવાળીના તહેવાર પર રાશનકાર્ડ ધારકોને માત્ર 100 રૂપિયા પ્રતિ લીટર આપવામાં આવશે એટલે કે સરકાર દ્વારા એક લીટર સીંગતેલમાં 97 રૂપિયા સબસીડી આપવામાં આવી છે.

ગુજરાત સરકારે રાજ્યના જરૂરીયાત મંદ 71 લાખ લોકોના તહેવાર સુધારવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર સાતમ આઠમ અને દિવાળીના તહેવારમાં રાશનકાર્ડ ધારકોને સીંગ તેલ રાહત દરે આપશે. સિંગતેલનો બજારભાવ ₹200 પ્રતિ લીટર જેટલો છે જ્યારે તે રાશનકાર્ડ ધારકોને પ્રતિ લીટર 100 રૂપિયાના ભાવે આપવામાં આવશે.

સરકાર સિંગતેલ 197 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખરીદે છે જેની મૂળ કિંમત 180 રૂપિયા છે અને 17 રૂપિયા અન્ય ખર્ચ થાય છે. ત્યારે રાશનકાર્ડ ધારકોને સીંગતેલ પ્રતિ લીટર 100 રૂપિયાના ભાવે આપવામાં આવશે. ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 4 થી 12 ઓગસ્ટ 8 મહાનગરમાં હર ઘર તિરંગા યાત્રા નીકળશે.

સુરતમાં આજે સીએમ ભુપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરાવી. 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની પણ ઉજવણી કરવામાં આવશે. 26 સ્થળો પર કાર્યક્રમ થશે અને 13 કરોડના લોકાર્પણ ખાત મુહર્ત કરવામાં આવશે. આ સાથે જ લંપી વાયરસ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. પશુઓ હજારોની સંખ્યામાં સાજા થયા છે અને અન્ય પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે ચિંતા કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ વખત સાતમ આઠમ અને દિવાળીના તહેવાર પર રાશનકાર્ડ ધારકોને સિંગતેલ આપવામાં આવશે. જે સીંગતેલની બજાર કિંમત 200 રૂપિયા પ્રતિ લીટર છે તે રાશન કાર્ડ ધારકોને 100 રૂપિયા પ્રતિ લીટર આપવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયથી ગરીબ વર્ગના લોકોના તહેવાર સુધરી જશે.

Leave a Reply

Your email address will not be published.