તહેવારના દિવસોમાં વરસાદની આગાહી, લો પ્રેશર બનતા દરિયામાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય

Weather

ગુજરાતમાં દરેક જગ્યાએ હાલ વરાપ નીકળી રહી છે ત્યારે હવે ધીમે ધીમે નવી વરસાદી સિસ્ટમ બંધાઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

રાજ્યમાં વરસાદના લાંબા બ્રેક બાદ હવે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર 5 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. એક તરફ વરસાદની સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તો બીજી તરફ રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટા તવરો પણ આવી રહ્યા છે. ગયા વર્ષે રક્ષાબંધનના દિવસે સવારે વરસાદે ભુક્કા બોલાવ્યા હતા ત્યારે આ વર્ષે પન રક્ષાબંધનના તહેવારે વરસાદ થશે કે નહીં તે ચિંતા સતાવી રહી છે. જો કે હજુ તે અંગે ચોક્કસ આગાહી કરવામાં આવી નથી.

રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી છે. તો 5 ઓગસ્ટથી આ સિસ્ટમ વધુ સક્રિય થશે ત્યારે રાજ્યમાં જન્માષ્ટમી સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરાપ નીકળી રહી છે. જો કે કેટલાક વિસ્તારોમા છુટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ અનુસાર ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહે તેવી શક્યતા છે જેને પગલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ અને મહેસાણામાં હળવો વરસાદ વરસી શકે છે તો બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે ઓગસ્ટમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ સાથે જ ત્રણ મજબૂત લો પ્રેશર દરિયામાં બની રહ્યા છે. જેને પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કચ્છના માંડવી વિસ્તારમાં છાંટાથી લઈને હળવા વરસાદી ઝાપટા વરસે તેવી શક્યતા છે.

મીડિયા અહેવાલ અનુસાર હાલ રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. આ સાથે જ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથના દરિયા કાંઠાના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.